• શનિવાર, 12 ઑક્ટોબર, 2024

કચ્છમિત્રના સાડા ચાર દાયકા જૂના કર્મચારીનું અવસાન

ભુજ, તા. 18 : કચ્છમિત્રમાં 1976માં ચોકીદાર તરીકે જોડાયેલા અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી સાડા ચાર દાયકા સુધીની સફર બાદ નિવૃત્ત થયા પછી પણ કાર્ય માટે તત્પર રહેતા રસીદભાઇ સમેજાનું આજે ભુજ ખાતે અવસાન થતાં શોકની લાગણી ફેલાઇ છે. કચ્છમિત્રમાં કટાર લેખકોને પુરસ્કાર આપવા ઘરે આવતા રસીદભાઇની જૂની યાદ લેખકોએ યાદ કરી હતી. સદ્ગત છેલ્લા સાત મહિનાથી અસ્વસ્થ હતા, 78 વર્ષે તેમનું અવસાન થયું હતું. 50 વર્ષની નોકરીમાં રસીદભાઇએ કચ્છમિત્રના કેમ્પ એરિયા અને નવા બાલ્ડિંગમાં સનિષ્ઠ ફરજ બજાવી હતી. કચ્છમિત્રનો જન્મદિવસ હોય ત્યારે કટાર લેખકોને આમંત્રણ આપવા પગપાળા જતાં. તેઓ વ્યક્તિગત બધા કટાર લેખકોને ઓળખતા અને તેમના નિવાસ્થાનની પણ માહિતી ધરાવતા હતા. કચ્છમિત્ર પ્રત્યે તેમની સમર્પિત ભાવનાને હજુ પણ યાદ કરાય છે. સહૃદયી સ્વભાવ અને પ્રમાણિકતા થકી તેમણે કચ્છમિત્ર પરિવારમાં ભારે ચાહના ઉભા કરી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang