નવી દિલ્હી, તા. 14 : એનવીડિયામાંથી
જેનસન હુઆંગના રાજીનામા બાદ ચીનમાં પણ હડકંપ મચ્યો છે. ચીનના ઘણા એઆઈ પ્રોજેક્ટસ ઉપર
સંકટ છવાયું છે. માનવામાં આવે છે કે જેનસનના રાજીનામા બાદ ચીનના ઘણા પ્રોજેક્ટમાં વિલંબ
થઈ શકે છે અથવા તો થંભી શકે છે. આ તમામ એઆઈ પ્રોજેક્ટસ એનવીડિયાના ભરોસે જ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હુઆંગના રાજીનામા
અને તપાસ વધતા ચીનને એઆઈ ચિપ સપ્લાઈમાં અડચણ અથવા તો મોંઘી રિડિઝાઈનનો સામનો કરવો પડી
શકે છે. આ રાજીનામું એવા સમયે આવ્યું છે, જેના અમુક સમય
પહેલા જ હુઆંગનું નામ ચીની મહિલા સાથે જોડાયું હતું. બાદમાં દાવો થયો હતો કે મહિલા
ચીની જાસૂસ છે. અમેરિકી અધિકારીઓને બીજિંગ સાથે ઈન્ટેલિજન્સ કનેક્શનની શંકા છે. એક
રિપોર્ટમાં 150થી વધારે ચીની પ્રોક્યોરમેન્ટ નોટિસ, ઈન્વેસ્ટમેન્ટ પ્લાન, કંસ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ અને કોર્પોરેટ
ડિસ્ક્લોઝરની સમીક્ષા કરવામાં આવી હતી. જેની કિંમત 23 બિલિયન
યુઆનથી વધારે હતી. આ પ્રોજેક્ટ ચીનના અમીર તટ સાથે પશ્ચિમી પ્રાંતના ટેક્નોલોજી હબમાં
છે. તેવામાં હુઆંગના રાજીનામાથી ઘણા પ્રોજેક્ટસમાં અડચણો જોવા મળી શકે છે.