હૃષીકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા. 12 : દેશમાં સામાન્ય નાગરિકના ખિસ્સા
પર મોંઘવારીનો બોજ કેવો રહ્યો તે દર્શાવતા ગ્રાહક ભાવાંક (સીપીઆઇ) આધારિત ફુગાવાના
મે 2026ના આંકડા કેન્દ્ર સરકાર દ્વારા
જાહેર કરવામાં આવ્યા છે. મે-2026માં સમગ્ર
દેશનો સંયુક્ત રીટેલ ફુગાવો 3.93 ટકા નોંધાયો
છે. જોકે, ગુજરાતના નાગરિકો માટે થોડા રાહતના સમાચાર એ
છે કે રાજ્યમાં મોંઘવારીનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે નીચો એટલે કે
3.27 ટકા રહ્યો છે. ગુજરાતના ગ્રામીણ
વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોમાં મોંઘવારી વધુ અંકુશમાં જોવા મળી છે. ગુજરાતના ગ્રામીણ
વિસ્તારોમાં મે-2026માં ફુગાવાનો
દર 3.73 ટકા અને શહેરી વિસ્તારોમાં
મોંઘવારીનો દર માત્ર 2.95 ટકા નોંધાયો
છે. રાષ્ટ્રીય સ્તરે પણ આ જ ટ્રેન્ડ જોવા મળ્યો
છે. જ્યાં દેશભરમાં ગ્રામીણ ફુગાવો 4.25 ટકા અને શહેરી ફુગાવો 3.53 ટકા રહ્યો છે. દેશભરમાં આ મહિને ખાદ્ય ફુગાવો 4.78 ટકાની સપાટીએ રહ્યો છે. સમગ્ર
દેશમાં 'પર્સનલ કેર અને સોશિયલ પ્રોટેક્શન' ક્ષેત્રમાં સૌથી વધુ 18.46 ટકા મોંઘવારી જોવા મળી છે. જ્યારે બીજી તરફ બટાટા અને વટાણા
જેવા રાજિંદા શાકભાજીના ભાવો ઘટવાને કારણે ગૃહિણીઓને મોટી રાહત મળી છે. આ ઉપરાંત, ચાંદીના દાગીનામાં 155.23 ટકા વાર્ષિક ધોરણે મસમોટો ઉછાળો જોવા મળ્યો છે. ચિંતાની વાત
એ છે કે દેશમાં છેલ્લા ત્રણ મહિનાથી મોંઘવારીનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. જોકે, આ રાષ્ટ્રીય ચિત્ર વચ્ચે ગુજરાતના નાગરિકો માટે
રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં મોંઘવારીનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણો નીચો એટલે
કે 3.27% જ રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનાનો
ટ્રેન્ડ ખાસ કરીને સામાન્ય પરિવારોના રસોડાને
અસર કરતો દેશનો એકંદર ખાદ્ય ફુગાવો (CFPI)તો મે મહિનામાં 4.78%ની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. આ ઉપરાંત બહાર જમવું અને હોટેલમાં
રોકાવું પણ મોંઘું થયું છે કારણ કે રેસ્ટોરન્ટ અને અકોમોડેશન સર્વિસમાં 5.75%નો ફુગાવો છે. શિક્ષણ ક્ષેત્રે
પણ 2.99% નો સામાન્ય વધારો નોંધાયો છે.
- ગુજરાત કરતાં
વધુ મોંઘવારી ધરાવતા રાજ્યો : દેશના એવા મુખ્ય રાજ્યો જ્યાં મે-2026માં મોંઘવારીનો દર ગુજરાતના
3.27 % અને રાષ્ટ્રીય સરેરાશ 3.93 % કરતાં ઘણો વધારે નોંધાયો છે. - કઈ વસ્તુઓના ભાવ આસમાને
પહોંચ્યા : ચાંદીના દાગીના : વાર્ષિક ધોરણે રેકોર્ડ
બ્રેક 155.23% નો ઉછાળો. - ટામેટાં : ગૃહિણીઓનું બજેટ ખોરવતા ટામેટાંમાં
48.43%ની મોંઘવારી - સોનું/હીરા/પ્લેટિનમ : કિંમતી ધાતુઓના દાગીનામાં
40.93 % નો વધારો - આદુ :મસાલામાં વપરાતા આદુના ભાવમાં 2.49 % નો ઉછાળો