• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

શેરોમાં મોટો ઉછાળો; રોકાણકારોમાં ઉત્સાહ

મુંબઈ, તા. 15 : હોર્મુઝથી આવતાં પોઝિટિવ સમાચારો અને અમેરિકા-ઇરાન વચ્ચે મંત્રણાનો બીજો દોર ટૂંકમાં જ યોજાવાના સંકેતોને પગલે બુધવારે શેર બજારમાં મોટી તેજી જોવા મળી હતી. નિફ્ટી દિવસના અંતે 388 પોઇન્ટ્સ, 1.63 ટકા વધી 24231.30 બંધ હતો. સેન્સેક્સ 1263 પોઇન્ટ્સના મોટા ઉછાળા સાથે ગેઇને, 1.64 ટકા વધી 78111 ઉપર બંધ થયો હતો. રોકાણકારોની મૂડીમાં બુધવારે રૂા. દસેક લાખ કરોડનો ઉમેરો થતાં બજારમાં ઉત્સાહનો સંચાર થયો હતો. સેન્સેક્સ નિફ્ટીની તુલનાએ બેન્ક નિફ્ટી અને ફાઇનાન્સીયલ સર્વિસીસ ઇન્ડેક્સો થોડો નબળો દેખાવ નોંધાવી અનુક્રમે 1.25 ટકા વધી 56302 અને 1.53 ટકા વધી 26445ના સ્તરે બંધ હતા તો બંને બેન્ચમાર્ક્સથી વધુ સારો દેખાવ કરી નિફ્ટી નેક્સ્ટ 50 2.15 ટકા સુધરી 68569 અને નિફ્ટી મિડકેપ સિલેક્ટ 2.13 ટકાના વધારા સાથે 13552 બંધ હતા. નિફ્ટી મિડકેપ 100 સૂચકાંક 2.20 ટકાનો અને સ્મોલકેપ 100 2.35નો લાભ અર્જીત કરી અનુક્રમે 58777 અને 17156 આસપાસ હતા.  વૈશ્વિક સંકેતોનો મોટો ટેકો હતો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બે દિવસમાં યુએસ-ઈરાન વાટાઘાટોનો બીજો રાઉન્ડ પાકિસ્તાનમાં શરૂ થવાનો સંકેત આપ્યાના પગલે પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થવાની આશા જાગી હતી. સપ્લાય વિક્ષેપનો ભય ઓછો થતાં બ્રેન્ટ ક્રૂડ 95 ડોલરની નીચે ગયું હતું. સ્પોટ ગોલ્ડ સુધરી 4,800 ડોલર પ્રતિ ઔંસથી ઉપર નીકળવાનું કારણ યુએસ ફુગાવાના ડેટા તથા નરમ ડોલરનું ગણાય છે. નિફ્ટી માટે સુધારના માર્ગે અવરોધો 24,500 અને 24,800 અને ઘટાડે સપોર્ટ 24,000-23,900 ઉપર મૂકવામાં આવે છે. 24,446ના સ્તરે 50-દિવસની માવિંગ એવરેજ છે અને તેનું  ટેસ્ટિંગ થઇ શકે છે. - માર્કેટ બ્રેડ્થ ઘણી સારી : બીએસઇના 4513 ટ્રેડેડ શેરોમાંથી 3547ના ભાવ સુધર્યાં, 836ના ભાવ ઘટયાં અને 130માં યથાવત સ્થિતિ હતી. એનએસઇમાં કુલ ટ્રેડેડ 3358માંથી 2836 એડવાન્સિંગ, 438 ડિક્લાઇનિંગ અને 84 શેર અસ્થિર હતા. એનએસઇ ખાતે માર્કેટ કેપીટલાઇઝેશન રૂા. 456.44  લાખ કરોડ થઇ ગયું હતું. બીએસઇમાં એ રૂા. 458.55 લાખ કરોડનું હતું. આમ અંદાજે રોકાણકારોની મૂડીમાં 10 લાખ કરોડની વૃદ્ધિ જોવા મળી હતી. 

Panchang

dd