ભુજ, તા. 15 : શહેરના કોડકી રોડ પરની બકાલી
કોલોનીના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂા. 50 હજાર અને ઘરેણા સહિત કુલ રૂા. 1.86 લાખની ચોરી કર્યાનો બનાવ સામે
આવ્યો છે. આ અંગે આજે એ-ડિવિઝન પોલીસ મથકે રહિમાબેન અલાઉદ્દીન સમાએ નોંધાવેલી ફરિયાદ
મુજબ ગઇ તા. 1-4ના સાંજે તેઓ પોતાના ઘરને તાળું
લગાવી પતિ અને પુત્ર તથા જેઠના પરિવાર સાથે હાજીપીરના મેળામાં ગયા હતા અને ત્યાં રાત્રિરોકાણ
કર્યું હતું. બીજા દિવસે બપોરે ઘરે પરત ફરતાં ઘરનાં તાળાં તૂટેલાં હતાં, કબાટ ખુલ્લો હતો અને સામાન વેરવિખેર હતો. ઘરમાં
રાખેલા રોકડા રૂા. 50 હજાર અને ઘરેણામાં સોનાની ઈયરિંગ, ઝુમ્મરવાળી રિંગ, બે બુટિયાની
જોડી, સળી, વીંટી તેમજ ચાદીના ઘરેણા એમ
કુલ રૂા. 1,86,000 મુદ્દામાલની
ચોરી કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ચોરીની ફરિયાદ
દાખલ કરી છાનબીન આદરી છે.