• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

આદિપુરમાં ગાળો આપવાની ના પાડતાં યુવાન પર હુમલો

ગાંધીધામ, તા. 15 : આદિપુરમાં મહારાવ સર્કલ (મુંદરા સર્કલ) પાસે ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સે યુવાન ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો. અંતરજાળમાં રહેનાર ફરિયાદી ગોપાલ રામજી દાફડા નામનો યુવાન ગત તા. 12/4ના સાંજે મુંદરા સર્કલ નજીક શાકભાજીવાળાને ત્યાં બેઠો હતો. દરમ્યાન અંતરજાળનો શંભુ રવજી જેર નામનો આરોપી ત્યાં આવી ત્યાં હાજર બધાને ગાળો ભાંડતો હતો, જેથી આ ફરિયાદીએ ના પાડતાં ઉશ્કેરાયેલા આરોપીએ ઝપાઝપી કરી હતી. પછી ધોકો ઉપાડી ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો. વચ્ચે છોડાવવા આવતા લોકો ઉપર પણ હુમલો કરતો હતો. બાદમાં તેણે ફરિયાદી ઉપર છુટ્ટા પથ્થર વડે હુમલો કર્યો હતો. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઇ જવાતાં તેને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બનાવ અંગે ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ  ધરી છે. 

Panchang

dd