• બુધવાર, 15 એપ્રિલ, 2026

દયાપરમાં આયોજિત ક્રિકેટ સ્પર્ધામાં એકતા ઈલેવન ચેમ્પિયન

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 14 : દયાપર સ્પોર્ટસ ક્લબ દ્વારા તાજેતરમાં દયાપર ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડના લાભાર્થે આલમ કપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 ટીમે ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટમાં એકતા ઈલેવન  વિજેતા થઈ હતી, જ્યારે સેન્ચ્યુરી ઈલેવન રનર્સઅપ થઈ હતી. મેન ઓફ ધ સિરીઝ સુલતાન ખત્રી, બેસ્ટ બોલર ડો. ઈમરાન ખત્રી, બેસ્ટ બેટ્સમેન સુલતાન ખત્રી થયા હતા. ઈનામ વિતરણ સમારોહમાં દયાપર વેપારી મંડળના પ્રમુખ દિલીપભાઈ જણસારી, ઉપસરપંચ મુસાભાઈ નોયાર, ટ્રોફીના દાતા અશગરભાઈ નોતિયાર તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.  ટૂર્નામેન્ટનાં આયોજનમાં જે રકમની બચત થઈ છે તે રકમ દયાપર ક્રિકેટ મેદાનના વિકાસ માટે વપરાશે, તો ચેમ્પિન ટીમને મળેલ ઈનામી રકમ 23,786 રૂા. ભુજમાં નવનિર્માણ પામનારી શિફા હોસ્પિટલમાં દાન આપવાની જાહેરાત કરી હતી, જેને ઉપસ્થિત અગ્રણીઓએ આવકારી હતી. અમ્પાયર તરીકે મહેશ શાહ, નરેન્દ્ર પારસિયા, તો કોમેન્ટેટર તરીકે ખમીશા ખત્રી અને દીપક ગરવાએ સેવા આપી હતી. 

Panchang

dd