• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

જથ્થાબંધ મોંઘવારી ત્રણ વર્ષની ટોચે

નવી દિલ્હી, તા. 15 : સામાન્ય માણસનો માથાંનો દુ:ખાવો વધારતા વાવડરૂપે છૂટક બાદ માર્ચ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી પણ વધીને 38 મહિનાની ટોચ પર પહોંચી ગઈ છે. ફેબ્રુઆરીના 2.13 ટકામાંથી માર્ચમાં મોંઘવારી દર વધીને 3.88 ટકા થઈ ગયો હતો. જાન્યુઆરી-2023માં જથ્થાબંધ મોંઘવારી 4.73 ટકા થઈ ગઈ હતી. દેશનાં વાણિજ્ય મંત્રાલયે બુધવારે આંકડા જારી કર્યા હતા. મહાયુદ્ધથી ઊર્જાસંકટે સર્જેલા ઉચાટની અસર મોંઘવારી પર પડી છે. રોજિંદી જરૂરતના સામાનની મોંઘવારી 3.27 ટકામાંથી મોટા ઉછાળા સાથે 6.36 ટકા થઈ ગઈ હતી, તો ઉત્પાદિત વસ્તુઓનો મોંઘવારી દર 2.92 ટકાથી વધીને 3.39 ટકા થઈ ગયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે જારી તાણની અસર હેઠળ માર્ચ મહિનામાં છૂટક મોંઘવારી પણ વધીને 3.4 ટકા થઈ ગઈ હતી. જથ્થાબંધ મોંઘવારી લાંબા સમય સુધી ઊંચી રહેવાથી વધુ પડતી ઉત્પાદન ક્ષેત્ર પર તેની ખરાબ અસર પડતી હોય છે. વધારે સમય સુધી જથ્થાબંધ મોંઘવારી ઊંચા સ્તર પર રહે તો ઉત્પાદકો તેનું ભારણ ગ્રાહક સમુદાય પર નાખી દેતા હોય છે. 

Panchang

dd