• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

આદિપુરમાં કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મના પ્રયાસની ફરિયાદ

ગાંધીધામ, તા. 15 : આદિપુરમાં રહેનાર એક કિશોરીનું અપહરણ કરી તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધવાની કોશિષ કરાતાં કિશોરીએ ઝેરી દવા પી લીધી હતી. આદિપુરમાં ટાગોર રોડ નજીક રહેનાર એક કિશોરીનું આઝાદઅલી સમસુદીનઅલી નામના શખ્સે અપહરણ કર્યું હતું. કિશોરીને ઝૂંપડામાં લઈ જઈ તેણે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધવાની કોશિષ કરી હતી. સાંજે ઘરે આવ્યા બાદ કિશોરીએ ઝેરી દવા પી લેતાં તેને સારવાર અર્થે લઈ જવાઈ હતી. આ શખ્સ સામે પોલીસે ગુનો દાખલ કરી તેને પકડી પાડવા આગળની વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd