ભુજ, તા. 15 : અમદવાદના ખોખરા સ્પોર્ટ્સ સંકુલમાં
યોજાયેલી પાવરલિફ્ટિંગની દુનિયામાં સૌથી અઘરી સ્પર્ધા મનાય છે એવી પાવરલિફ્ટિંગ ઇન્ડિયા
સ્પર્ધામાં કચ્છની 18 વર્ષની વિદ્યાર્થિની
ધારા શર્મા 265 કિલોગ્રામ વજાન ઊંચકી રાજ્યમાં
પ્રથમ નંબરે આવી હતી. ધારાએ સ્ક્વેટમાં 85 કિ.ગ્રા., બેન્ચપ્રેસમાં
55 કિ.ગ્રા. તેમજ ડેડલિફ્ટમાં
125 કિ.ગ્રા. વજન ઊંચક્યું હતું.
કચ્છમાંથી આ ઇન્ટરનેશનલ પાવરલિફ્ટિંગ એસો.ની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ આવનાર
તે પ્રથમ જુનિયર વિભાગની યુવતી છે. તે હવે મેં મહિનામાં આંધ્રપ્રદેશ ખાતે યોજાનારી
રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેશે અને જો તેમાં ચેમ્પિયન થશે તો સાઉથ અફ્રિકા ખાતે આંતરરાષ્ટ્રીય
સ્પર્ધા રમવા જશે. આ યુવતીને ભુજના જાણીતા પાવરલિફ્ટર વત્સલ મહેશ્વરી તાલીમ આપી રહ્યા
છે.