• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

ભાજપમાં `નબીન' યુગનાં મંડાણ

નવી દિલ્હી, તા. 19 : ભાજપમાં `નબીનયુગ'નો પ્રારંભ થવા જઇ રહ્યો છે. કેસરિયા પક્ષના કાર્યકારી સુકાની નીતિન નબીને સોમવારે રાષ્ટ્રીય અધ્યક્ષનાં પદ માટે ઉમેદવારી નોંધાવી દીધી હતી. નીતિન આવતીકાલે મંગળવારે શપથગ્રહણ કરી શકે છે. નામાંકન પત્ર ભરતી વખતે દેશના ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથસિંહ નબીનના પ્રસ્તાવક રહ્યા હતા. જે.પી. નડ્ડા અને હરદીપસિંહ પુરી, નીતિન ગડકરી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ નીતિનનાં નામાંકન વખતે સાથે જોડાયા હતા.દરમ્યાન, નીતિન નબીનનાં પત્ની દીપમાલા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પક્ષને હીરાની પરખ છે. કેન્દ્રીય નેતૃત્વ જાણે છે કે, કઇ વ્યક્તિ કામ કરવામાં સક્ષમ છે. નીતિનને તેમની મહેનતનું ફળ મળ્યું છે. ઉમેદવારીનાં મહત્ત્વનાં ચરણ બાદ હવે કોઇ વિરોધ, વિઘ્ન ન સર્જાય તો આવતીકાલે મંગળવારે નીતિન નબીન પક્ષના સૌથી યુવાન રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે. પટણામાં 1980માં જન્મેલા નીતિન નબીન પાંચ વખત ધારાસભ્ય બન્યા અને ત્રણવાર મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમના પિતા પણ ધારાસભ્ય રહી ચૂક્યા હતા. 20 જાન્યુઆરીના ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ઔપચારિક ઘોષણા કરવામાં આવે તેવી પૂરી સંભાવના છે. આ અવસરે દિલ્હીમાં છત્તીસગઢના ભાજપના તમામ વરિષ્ઠ નેતા અને ભાજપ કાર્યકરો હાજર રહેશે. જેનાથી કાર્યક્રમને ભવ્ય સ્વરૂપ મળશે. નિતિન નબીનને કાર્યકારી અધ્યક્ષ પદની જવાબદારી આપીને પહેલાથી જ નક્કી કરી દેવામાં આવ્યું હતું કે ભાજપની કમાન તેઓને જ મળવાની છે. 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તેઓની નિર્વિરોધ ચૂંટણીની પૂરી ભૂમિકા બની ચૂકી છે. પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સહિત ભાજપના શીર્ષ નેતૃત્વનું નીતિન નબીનને પૂરું સમર્થન છે.

Panchang

dd