• બુધવાર, 04 માર્ચ, 2026

તોળાતાં તેલ સંકટ વચ્ચે ભારતની રૂસ ભણી નજર

નવી દિલ્હી, તા. 3 : અમેરિકા સામેનાં યુદ્ધમાં ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરી નાખતાં દુનિયામાં ક્રૂડ ઓઇલની ભયંકર અછત સર્જાવાનો તખતો ગોઠવાઈ ગયો છે. આ યુદ્ધ પહેલાં માર્ચની શરૂઆતથી જ હોર્મુઝમાં ઓઇલ ટેન્કરોનું આવાગમન 80 ટકા જેટલું ઘટી ગયું હતું. હવે જ્યારે આ સામુદ્રધુનીને બંધ કરી નાખવામાં આવી છે ત્યારે આ જળમાર્ગમાં સેંકડો ઓઇલ ટેન્કરોનાં થપા લાગી ગયા છે અને ટ્રાફિકજામ જેવી હાલત છે. ભારતને પણ તેની ગંભીર અસર પહોંચવાની છે. જો કે, દેશ પાસે 40થી 45 દિવસનો ભંડાર છે. બીજી તરફ ભારત ફરી રશિયા પાસેથી તેલ ખરીદી વધારવાની દિશામાં યોજના પણ બનાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત અહેવાલો અનુસાર પહેલી માર્ચે માત્ર ત્રણ ઓઇલ ટેન્કર જ હોર્મુઝમાંથી પસાર થયા હતા. તેમાં 28 લાખ બેરલ ઓઇલ હતું. બીજી માર્ચે માત્ર એક નાનું ટેન્કર અને એક નાનું કાર્ગો જહાજ ત્યાંથી પસાર થયેલા. જાણકારી અનુસાર અત્યારે આશરે 706 જેટલા બિનઈરાની ટેન્કર ખાડીની બન્ને બાજુ ફસાયેલા છે. આમાંથી 334 ટેન્કરમાં ક્રૂડ ઓઇલનું પરિવહન થાય છે, જ્યારે 109 ડર્ટી પ્રોડક્ટ અને 263 ક્લીન પ્રોડક્ટનાં ટેન્કરો છે. ઊર્જા વિશ્લેષણ કંપની રિસ્ટેડ એનર્જીએ કહ્યું છે કે, પ્રતિદિન આશરે 1.પ કરોડ બેરલ એટલે કે વૈશ્વિક પુરવઠાનું આશરે 20 ટકા ઓઇલ હોર્મુઝમાંથી પસાર થતું  - ભારતની રૂસ ભણી નજર : હોય છે. આ ઓઇલ માર્ગ વિશ્વનો સૌથી મહત્ત્વનો ચેકપોઇન્ટ કે સાંકડો વ્યૂહાત્મક માર્ગ છે. હોર્મુઝના ઉત્તરમાં ઈરાન છે અને સાઉદી અરબ, કુવૈત, ઈરાક, કતાર, બહેરીન, યુએઇ અને ઈરાનના ઓઇલ અને ગેસ નિકાસ ત્યાંથી જ થાય છે. હોર્મુઝમાંથી હવે કોઈપણ જહાજ પસાર થાય તો હુમલા કરવાની ઈરાનની ધમકી બાદ પશ્ચિમ એશિયાના દેશોમાંથી વિશ્વના અન્ય ભાગોમાં ઓઇલની આપૂર્તિ ધીમી કે ઠપ થઈ શકે છે, જેની સીધી વિપરિત અસર ભારતને પણ થવાની છે. પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું છે કે, સ્થિતિ ઉપર તેની ચાંપતી નજર છે અને ઊર્જાની ઉપલબ્ધતા અને વાજબી ભાવ સુનિશ્ચિત કરવા માટે આવશ્યક તમામ પગલાં લેવામાં આવશે. ભારત પાસે વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર 74 દિવસ માટે છે.  દરમ્યાન, ભારતે તેલ ખરીદી માટે ફરી રશિયા તરફ વળવાની તૈયારી કરી છે. હાલના સમયે આશરે 95 લાખ બેરલ રૂસી કાચું તેલ ટેન્કરોમાં ભરીને એશિયન દેશો આસપાસ `વેઇટિંગ મોડ'માં છે. પુરવઠામાં તંગી સર્જાય તો ભારત તેને તુરંત જ મેળવી શકે છે. 

Panchang

dd