• મંગળવાર, 03 માર્ચ, 2026

`મહાયુદ્ધ' : સાત લાખ ગુજરાતીના શ્વાસ અદ્ધર

હૃષિકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા. 2 : પશ્ચિમ એશિયામાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે વણસી રહેલા લશ્કરી તણાવને પગલે માત્ર ભૌગોલિક સરહદો જ નહીં, પણ લાખો ગુજરાતી પરિવારોની ઊંઘ હરામ કરી દે તેવી શક્યતા આકાર પામી રહી છે. મધ્ય-પૂર્વના દેશોમાં વસતા અંદાજે 90 લાખ ભારતીયોમાં 7 લાખથી વધુ ગુજરાતીઓ હોવાની શક્યતા નકારી શકાતી નથી, જે ત્યાંનાં અર્થતંત્રમાં કરોડરજ્જુ સમાન છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયના રેકોર્ડ મુજબ, ગુજરાતના 46,766 શ્રમિક તો માત્ર ઈ - માઈગ્રેટ પોર્ટલ પર નોંધાયેલા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે, દુબઈ, મસ્કત અને કુવૈત જેવાં શહેરોમાં હજારો ગુજરાતી પરિવારો પેઢીઓથી વસેલા છે અને ત્યાંના બિઝનેસ સેક્ટર પર તેમનું વર્ચસ્વ છે. આ યુદ્ધ માત્ર માનવીય સંકટ નથી, પણ ગુજરાતની આર્થિક નસોને તોડી શકે તેવું આર્થિક સંકટ પણ મનાય છે. દર વર્ષે ગલ્ફ દેશોમાં વસતા ભારતીયો અબજો ડોલરનું હૂંડિયામણ વતનમાં મોકલે છે, જેમાં ગુજરાતનું સ્થાન મોખરે છે. જો આ દેશોમાં સ્થિતિ વણસે, તો માત્ર રેમિટન્સ જ નહીં, પણ ગુજરાતના હીરા, ટેક્સટાઇલ અને મરીન પ્રોડક્ટ્સની નિકાસ બજાર પર પણ કાયમી તાળું લાગી જવાની સંભાવના છે. એક અંદાજ મુજબ, ગલ્ફ દેશોમાંથી ગુજરાતમાં દર મહિને આશરે રૂા. 2,500 કરોડથી વધુની રકમ ઘર-પરિવાર ચલાવવા માટે આવે છે, જેના પર હવે જોખમ છે. ગુજરાતના સુરતથી સૌરાષ્ટ્ર સુધી આર્થિક આંચકાની સંભાવના રહેલી છે. યુદ્ધની સ્થિતિમાં ગુજરાતના જે ક્ષેત્રોને સૌથી મોટો ફટકો પડશે તેમાં સૌથી પહેલું નામ હીરા ઉદ્યોગનું છે. સુરતથી ઈઝરાયલ અને યુએઇમાં મોટી માત્રામાં પોલિશ્ડ ડાયમંડની નિકાસ થાય છે. ઈઝરાયલમાં વસતા અંદાજે 20,000 ભારતીયોમાં મોટો હિસ્સો હીરાના વેપારીઓનો છે. આ ઉપરાંત, ઈરાન અને ઈઝરાયલના જળમાર્ગો જોખમાતાં ક્રૂડ ઓઈલના ભાવમાં થનારો વધારો ગુજરાતના ટ્રાન્સપોર્ટ અને મેન્યુફેક્ચારિંગ સેક્ટરની કમર તોડી નાખશે. લાલ સમુદ્રમાં તણાવ વધવાથી શાપિંગ ખર્ચમાં 40 ટકાનો વધારો થયો છે, જે મુંદરા અને કંડલા પોર્ટના બિઝનેસને અસર કરી રહ્યો છે.

ક્યાં કેટલા ભારતીયો ?

દેશ                  અંદાજિત ભારતીયો-ગુજરાતીઓનું વર્ચસ્વ

યુએઇ              :    35,00,000+ સૌથી વધુ  (વેપાર અને બાંધકામ)  

સાઉદી અરેબિયા :  26,00,000 + મધ્યમ (ટેકનિકલ સ્ટાફ)

ઓમાન :              6,75,000+ ઉચ્ચ  (જૂના ગુજરાતી વેપારીઓ)   

ઈઝરાયલ :         20,000 કેરગીવર્સ અને ડાયમંડ વર્કર્સ  

ઈરાન : 10,000 શાપિંગ અને શિક્ષણ

આંકડાકીય વિશ્લેષણ : ગુજરાત અને મધ્ય-પૂર્વ

વિગત   આંકડાકીય માહિતી  

નોંધાયેલા ગુજરાતી શ્રમિકો (પીબીબીવાય)              46,766

અંદાજિત કુલ ગુજરાતી વસ્તી (ગલ્ફ)       7,00,000થી વધુ

ઈઝરાયલમાં ભારતીયો   20,000  (મુખ્યત્વે ગુજરાતી વેપારીઓ)

ગુજરાતને વાર્ષિક રેમિટન્સ (અંદાજ) 15,000- 20,000 કરોડ

નોંધ : મુખ્ય જોખમી ક્ષેત્રો : ડાયમંડ, ક્રૂડ ઓઈલ, શાપિંગ, ટેક્સટાઇલ

મધ્ય-પૂર્વમાં ભારતીયોની ગ્રાઉન્ડ સંખ્યા 

ઈઝરાયલ : 18,000 - 20,000  (મુખ્યત્વે ગુજરાતી ડાયમંડ ટ્રેડર્સ અને કેરગીવર્સ)

ઈરાન : 5,000 - 10,000  (વિદ્યાર્થીઓ અને શાપિંગ પ્રોફેશનલ્સ)

યુએઇ (દુબઈ, અબુધાબી) : 35 લાખથી વધુ (જેમાં 3.5 લાખથી વધુ ગુજરાતી હોવાનો અંદાજ)

ઓમાન : 6.75 લાખ (સૌથી જૂનો ગુજરાતી ડાયસ્પોરા અહીં સ્થાયી છે)

રાજ્યવાર વિદેશમાં વસતા શ્રમિકો

રાજ્યનું નામ       નોંધાયેલા

શ્રમિકોની સંખ્યા

ઉત્તરપ્રદેશ           14,15,861  

બિહાર    7,52,692  

તમિલનાડુ            3,59,692  

રાજસ્થાન             3,28,521  

ગુજરાત 46,766  

મહારાષ્ટ્ર               91,882

Panchang

dd