• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

સર : ચૂંટણીપંચને `સુપ્રીમ' નિર્દેશ

નવી દિલ્હી, તા. 19 : સુપ્રીમ કોર્ટે ભારતીય ચૂંટણી પંચને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા એસઆઈઆર દરમિયાન જે 1.25 કરોડ લોકો સામે `તાર્કિક વિસંગતિઓ'નો વાંધો  ઉઠાવવામાં આવ્યો છે તેઓના નામ સાર્વજનિક કરવામાં આવે. દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ  સૂર્યકાંતની અધ્યક્ષતાની પીઠ તરફથી આ આદેશ આપવામાં આવ્યો હતો. પીઠમાં સીજેઆઈ ઉપરાંત જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ જોયમાલ્યા બાગચી પણ સામેલ છે. સુનાવણી  દરમિયાન બેંચે કહ્યું હતું કે દસ્તાવેજની ખરાઈ માટે અંદાજીત 2 કરોડ લોકોને નોટિસ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે, ચૂંટણી પંચે સમજવું જોઈએ કે પશ્ચિમ બંગાળમાં વોટર લિસ્ટના એસઆઈઆરના કારણે લોકો કેટલા તણાવમાં છે. કોર્ટે આગળ કહ્યું હતું કે લોજિકલ ગડબડની શ્રેણી હેઠળ અધિકારીઓએ પિતાના નામમાં ગડબડ, માતા-પિતાની ઉમરમાં ગડબડ અને દાદા-દાદીની ઉમરમાં અંતર ધ્યાને રાખ્યું છે. આ દરમિયાન અદાલતે ધ્યાને લીધું હતું કે રાજ્યમાં 1.25 કરોડ મતદાતા તાર્કિક વિસંગતતામાં સામેલ છે. જેના પરિણામે ચૂંટણી પંચને પશ્ચિમ બંગાળની ગ્રામ પંચાયત ભવન, તાલુકા કાર્યાલય  અને વોર્ડ ઓફિસમાં યાદીમાં સામેલ લોકોના નામ પ્રદર્શિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. ન્યાયાલયે કહ્યું હતું કે, નિર્દેશ આપવામાં આવે છે કે યોગ્ય કામકાજ માટે પ્રત્યેક જિલ્લા, ઈસીઆઈ અથવા રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે જાહેર કરવામાં આવેલા નિર્દેશનું સાવધાનીપુર્વક પાલન કરવામાં આવે. સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયામાં અનિયમિમતાના આરોપ સંબંધિત અરજીઓ ઉપર સુનાવણી કરવામાં આવી રહી હતી.

Panchang

dd