• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

ભ્રષ્ટાચાર વિરોધી કાયદા મુદ્દે સુપ્રીમનો ખંડિત ચુકાદો

નવી દિલ્હી, તા.13: ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની વર્ષ 2018ની એક જોગવાઈની બંધારણીય વૈધતા મુદ્દે સુપ્રીમ કોર્ટે ખંડિત ચુકાદો આપ્યો છે. ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની આ જોગવાઈ હેઠળ કોઈપણ સરકારી કર્મચારી સામે તપાસ શરૂ કરતાં પહેલા અનુમતી લેવી અનિવાર્ય બને છે. ચુકાદામાં મતભેદ હોવાનાં કારણે હવે આ મામલો દેશનાં પ્રમુખ ન્યાયધીશ(સીજેઆઈ) સૂર્યકાંત સમક્ષ મૂકવામાં આવશે. જેથી અંતિમ ફેંસલો કરવા માટે નવી પીઠની રચના થઈ શકે. ભ્રષ્ટાચાર નિવારણ કાયદો - 1988 સંબંધિત આ કેસમાં ન્યાયમૂર્તિ બી.વી.નાગરત્નાએ કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર નિવાર  અધિનિયમની કલમ 17-એ ગેરબંધારણીય છે. તેને રદ કરવી જોઈએ. પૂર્વ સ્વીકૃતિ અનિવાર્ય હોવા અંગે સવાલ ઉઠાવતા જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું કે, આ શરત કાયદાની મૂળ ભાવનાની જ વિરુદ્ધ છે. તેનાથી તપાસમાં વિક્ષેપ ઉભો થાય છે. કાયદાની આવી કલમોથી ભ્રષ્ટાચારીઓને સંરક્ષણ મળી જાય છે. જો કે, આ કેસની સુનાવણી કરતી પીઠનાં અન્ય સદસ્ય ન્યાયમૂર્તિ કે.વી.વિશ્વનાથને પોતાનાં ચુકાદામાં આ કલમને બંધારણીય ગણાવી છે. તેમણે પોતાનાં ફેંસલામાં લખ્યું હતું કે, આ કલમ બંધારણીય  છે, જેનાથી ઈમાનદાર અધિકારીઓને રક્ષણ મળે છે અને તેનાં ઉપર પણ ભાર મૂકવો જરૂરી છે.  

Panchang

dd