• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

ઈરાની દેખાવકારો માટે `મદદ' આવે છે

વોશિંગ્ટન, તા. 13 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં સરકાર સામેની લશ્કરી કાર્યવાહીને હાલ અટકાવી દીધી હોવાની ચર્ચા વચ્ચે ઈરાની પ્રતિનિધિઓ સાથેની વાતચીત રદ કરીને તેમણે આગમાં ઘી ઉમેરવાનું કામ કર્યું હોય તેમ ઈરાની લોકો તેમની સંસ્થાઓ કબજે કરે, તેમને મદદ હું પહોંચાડીશ તેમ જણાવ્યું હતું. આ નિવેદનથી એવું લાગે છે કે, ટ્રમ્પ ગમે ત્યારે ઈરાનમાં કાર્યવાહી કરે તેવી આશંકા છે. ટ્રમ્પે તેહરાનને વાતચીતની વધુ એક ઓફર આપી છે. દરમ્યાન, ઈરાનમાં ઉગ્ર દેખાવો અને હિંસા વચ્ચે કમ સે કમ 2000 જણ માર્યા ગયા હોવાનું તેહરાનના અધિકારીઓને ટાંકીને રોઈટર્સના અહેવાલમાં જણાવાયું છે. દરમિયાન, ટ્રમ્પે ઈરાની પ્રતિનિધિઓ સાથેની વાતચીત રદ કરી ઈરાની લોકો તેમની સંસ્થાઓ કબજે કરે, મદદ આવી રહી છે તેમ જણાવ્યું હતું. બીજી તરફ યુનોએ એવી ભીતિ દર્શાવી છે કે, બહુ મોટી સંખ્યામાં દેખાવકારો માર્યા ગયા છે. જો કે, બીજી તરફ ઈરાને હુંકાર કર્યો છે કે, તેઓ અમેરિકાનો સામનો કરવા તૈયાર છે.  ટ્રમ્પે જણાવ્યું છે કે, જરૂર પડયે અમે સૈન્ય કાર્યવાહીના વિકલ્પનો ઉપયોગ કરતાં અચકાશું નહીં. જો ઈરાની સરકાર પ્રદર્શનકારીઓ સામે ઘાતક દળોનો ઉપયોગ કરશે તો એ અમેરિકા માટે રેડ લાઈન સમાન હશે. અમેરિકી રાષ્ટ્રપતિએ સંકેત આપ્યો છે કે, ઈરાનના અમુક અધિકારીઓ વ્હાઈટ હાઉસ સાથે વાતચીત કરવાની તૈયારીમાં છે. વ્હાઈટ હાઉસના અખબારી સચિવ કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે, ઈરાન સરકાર જાહેરમાં જે કહી રહી છે તે ખાનગી રાહે મોકલવામાં આવી રહેલા સંદેશાઓથી અલગ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ સંદેશાને ગંભીરતાથી પારખવા માગે છે. ઈરાનમાં અનેક સ્થળે હજી ઉગ્ર પ્રદર્શનો જારી છે અને એક અહેવાલમાં એવો ચોંકાવનારો દાવો કરાયો છે કે, હજી સુધી લગભગ 12,000 દેખાવકારને ઠાર મરાયા છે. 

Panchang

dd