ચેન્નાઇ, તા. 2 : વિદેશમંત્રી એસ. જયશંકરે શુક્રવારે પાકિસ્તાનને `આતંકવાદ પોષતો ખરાબ પાડોશી દેશ' લેખાવ્યો હતો. ભારતને પોતાની સુરક્ષાનો પૂરેપૂરો
અધિકાર છે. તમે આતંકવાદ ફેલાવશો તો ભારત ચૂપ નહીં બેસી રહે, તેવી
ચેતવણી જયશંકરે આપી હતી. તામિલનાડુમાં આઇઆઇટી મદ્રાસમાં પહોંચેલા ભારતના વિદેશમંત્રીએ
જણાવ્યું હતું કે, પાડોશી ખરાબ પણ હોઇ શકે છે. દુર્ભાગ્યથી અમારા
છે. આત્મરક્ષાના અધિકારનો ઉપયોગ કેમ કરવો, એ અમે નક્કી કરીશું.
કોઇ ભારતને ન કહી શકે કે, શું કરવું જોઇએ, તેવું તેમણે ઉમેર્યું હતું. અમે દેશને બચાવવા માટે જે કંઇપણ કરવાનું હશે તે
અમારી મરજી મુજબ કરીશું. આતંકવાદ સામે લડવાની પદ્ધતિ અંગે ભારત કોઇ બાહરી દબાણ કે સલાહનો
સ્વીકાર નહીં કરે. પાકિસ્તાને સ્પષ્ટ ચેતવણી આપતાં ભારતીય વિદેશમંત્રીએ કહ્યું હતું
કે, તમે દાયકાઓથી ભારત વિરોધી આતંકવાદને પોષતા રહો તો પછી ભારત
પાસેથી પાણીની આશા ન રાખી શકો. ભારતની ભાવના વસુધૈવ કુટુમ્બકમ્ની છે. અર્થ એ છે કે,
ભારતે દુનિયાને કદી દુશ્મનનાં રૂપમાં જોઇ ન નથી, તેવું તેમણે કહ્યું હતું. કોરોના સંકટના કપરાકાળની વાત કરતાં જયશંકર બોલ્યા
હતા કે અમે અનેક દેશોને રસી આપી હતી.