ગાંધીધામ, તા. 2 : ભુજ તાલુકાના વટાછડ સીમમાં
કડિયા ધ્રો પાસે ધંધો કરવા કમિશન આપવાનું કહી ચાર શખ્સે ભુજના યુવાન ઉપર હુમલો કર્યો
હતો. ભુજમાં રહેનાર સલમાન અબ્દુલકરીમ થેબા નામનો યુવાન વટાછડની સીમમાં કડિયા ધ્રો પાસે
કેન્ટીન ચલાવે છે, તેની પાસે
વટાછડના જુસબ જુમા નોતિયાર, સમીર જુસબ નોતિયાર આવી અહીં ધંધો
કરવો હોય તો કમિશન આપવું પડશે, તેમ કહી આ ફરિયાદીના મિત્રને લાફા
ઝીંકી ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં સાંજે જુસબ નોતિયાર, સમીર,
સાજીદ નોતિયાર, સિધિક નોતિયાર ગાડી લઇને આવી ફરિયાદીને
ગાળો આપી તેના ઉપર પાઇપ-લાકડી વડે હુમલો કર્યો હતો. આસપાસના લોકો અને પ્રવાસીઓએ તેને
છોડાવ્યો હતો. ઘવાયેલા યુવાનને આંગળીઓ, પંજામાં અસ્થિભંગ સહિતની
ઇજાઓ પહોંચી હતી. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.