નખત્રાણા, તા. 2 : ભારતે પશુપાલન-કૃષિ ક્ષેત્રે
વિશ્વમાં કાઠું કાઢ્યું છે, ત્યારે પશુપાલનને
વધુ પ્રોત્સાહિત કરવા ભારત સરકારના પ્રયાસો થકી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 2026નાં વર્ષને `વિશ્વ્ માલધારી વર્ષ' તરીકે જાહેર કરતાં આ પગલાંને રાષ્ટ્રીય યુવા
માલધારી સંગઠને બિરદાવ્યું છે. સંગઠનના મંત્રી ઇમરાનખાન મુતવાએ ભારત દેશના પશુપાલક
સમુદાયો તરફથી ચરોતરો અને પશુપાલકો માટેના આંતરરાષ્ટ્રીય વર્ષનું સ્વાગત કરતાં જણાવ્યું
છે કે, અમારી સંસ્થા પાસ્ટોરલ યૂથ એસોસિયેશન દક્ષિણથી છેક ઉત્તર
ભારત સુધીના પશુપાલકોનું યુવા સંગઠન છે. આ સંગઠન પશુપાલક સમુદાયોનો અવાજ ઉઠાવવા પરંપરાગત,
આજીવિકાઓ અને અધિકારોને ઉજાગર કરે છે તેમજ સમયસિદ્ધ પશુપાલન પદ્ધતિથી
ટકાઉ પશુપાલન પ્રણાલી દ્વારા ચરોતરો, જંગલ પરિદૃશ્યોનાં સંરક્ષણમાં
મહત્ત્વનું યોગદાન આપી રહ્યું છે. ભારત સરકારની ભૂમિકાની સરાહના કરી આભાર વ્યક્ત કર્યો
છે.