ડરબન, તા.2 : લગભગ 10 સપ્તાહ સુધી પાંસળીની ઇજાને
લીધે મેદાન બહાર રહેનારા અનુભવી ઝડપી બોલર કાગિસો રબાડાનો ટી-20 વિશ્વ કપની દક્ષિણ આફ્રિકાની
ટીમમાં સમાવેશ કરાયો છે. રબાડાએ વાપસી કરીને એસએ20માં કેપટાઉન ટીમ તરફથી 48 રનમાં 2 વિકેટ લીધી
હતી. રબાડા સાથે આફ્રિકી ટીમમાં અન્ય પાંચ ઝડપી બોલર છે. જેમાં એનરિક નોર્ખિયા, માર્કો યાનસન, કોબિન બોશ,
લુંગી એનગિડી અને 19 વર્ષીય વેના મફાકા છે. વર્લ્ડ કપની આફ્રિકા ટીમમાંથી મીડલઓર્ડર
બેટર ટ્રિસ્ટન સ્ટબ્સને પડતો મુકવામાં આવ્યો છે. આફ્રિકાની 1પ ખેલાડીની ટીમમાં 7 એવા ખેલાડી છે જે પહેલીવાર વર્લ્ડ કપ રમશે.
કપ્તાની એડન માર્કરમ જ સંભાળશે. આફ્રિકાની ટી-20 વર્લ્ડ કપ ટીમમાં સૌથી ચોંકાવનારુ નામ ટોની ડિજોર્જીનું છે.
ભારત સામેની વન ડે શ્રેણી વખતે રાયપુરમાં રમાયેલી મેચ વખતે ઇજાને લીધે શ્રેણી બહાર
થયો હતો. ટીમમાં કિવંટન ડિ કોક અને ડેવિડ મિલર જેવા બે અનુભવી ખેલાડી છે. બે નિયમિત
સ્પિનર તરીકે કેશવ મહારાજ અને જોર્જ લિંડે છે. ટી-20 વર્લ્ડ કપની દ. આફ્રિકા ટીમ: એડન માર્કરમ (કેપ્ટન), કોબિન બોશ, ડેવાલ્ડ બ્રેવિસ,
કિંવટન ડિ'કોક (વિકેટકીપર), ટોની ડિજોર્જી, ડોનોવન ફરેરા, માર્કો
યાનસન, જોર્જ લિંડે, કેશવ મહારાજ,
વેના મફાકા, ડેવિડ મિલર, લુંગી એનગિડી, એનરિખ નોર્કિયા, કાગિસો રબાડા અને જેસન સ્મિથ.