• શનિવાર, 03 જાન્યુઆરી, 2026

આઈટીએફ ટેનિસ સ્પર્ધામાં વૈદેહી ચૌધરી ચેમ્પિયન

નલિયા, તા. 2 : સોલાપુર ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ટેનિસ ટૂર્નામેન્ટ આઈટીએફ ડબલ્યૂ-35માં ભારતીય ટેનિસ ખેલાડી વૈદેહી ચૌધરીએ શાનદાર પ્રદર્શન કરતાં વિજેતાનો તાજ પહેર્યો છે. આ ટૂર્નામેન્ટની રોમાંચક ફાઈનલ મેચમાં વૈદેહી ચૌધરીનો મુકાબલો જાપાનની નામાંકિત ખેલાડી મીચીકા ઓઝેકી સામે થયો હતો, જેમાં રસાકસીભર્યા જંગના અંતે વૈદેહીએ 3-6, 6-3, 6-4થી જીત મેળવી હતી. વૈદેહીની આ ટૂર્નામેન્ટની સફર પ્રભાવશાળી રહી હતી, જેમાં તેણે પ્રથમ રાઉન્ડમાં ભારતીય ખેલાડી સોહા સાદિકને 6-1, 6-1થી, બીજા રાઉન્ડમાં રશિયન ખેલાડી મારિયા કાલ્યાકિનાને 3-6, 6-2, 7-5થી અને ક્વાર્ટર ફાઈનલમાં ફ્રાંસની સેનિયા ઈફ્રોમોવાને 4-6, 6-4, 7-5થી હરાવી હતી. ત્યારબાદ સેમિફાઈનલમાં ભારતીય ખેલાડી વૈશ્ણવી અડકરને 6-4, 6-2ના સીધા સેટમાં પરાજય આપી તેણે ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વૈદેહી કચ્છના જખૌ સેક્ટર ખાતે મરીન ટાસ્ક ફોર્સમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા આર.એમ. ચૌધરીની પુત્રી છે.  

Panchang

dd