મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 2 : જેમ માનવી
ટાઢ-તડકો અને વરસાદથી રક્ષણ મળે તે માટે તૈયારી
કરતા હોય છે. ઋતુ પ્રમાણે લેવાતા પાક પર હવામાનની થતી અસરથી ઊભેલા પાકને નુકસાની વેઠવી
પડતી હોય છે. હાલમાં દાડમનો પાક લહેરાઇ રહ્યો છે. વાડીઓમાં હવે શિયાળાની પકડ ધીમે ધીમે
જામતી રહી છે. શિયાળામાં ઠંડી, ઝાકળ
અને તાપ જરૂરત કરતાં વધુ પ્રમાણમાં રહેતાં પાકને નુકસાન થાય તેમજ વધુ ટાઢ, ઝાકળ અને તાપથી પોતાના ખેતરોમાં ઊભેલા દાડમના પાકને નુકસાની ન થાય તે માટે
દાડમના વૃક્ષ પર કવચ ઢાંકવાનો ખેડૂતોએ વ્યાયામ આદર્યો છે. વધુ ઠંડી, ઝાકળ કે તાપથી દાડમનો ફાલ કાળો પડી જાય છે. ઝાકળના બિંદુથી ફૂગ પણ લાગતી હોય
છે. દાડમના પાકને નુકસાની ન થાય તે માટે પહેલાં સફેદ કાપડના એક-એક વૃક્ષ પર કવચ બાંધતા,
પણ એક-એક વૃક્ષ પર સફેદ કાપડના ટુકડા બાંધવા મજૂરી વધારે લાગતી. હવે
ખેડૂતો ખેતરોમાં સળંગ પટ્ટા ઢાંકીને દાડમના પાકને નુકસાનીથી બચાવે છે. નખત્રાણા તાલુકાના
ગામડામાં ખેડૂતો દાડમના પાકને ઠંડી, ઝાકળ અને તાપથી બચાવવા સફેદ
કાપડ બાંધવા જોતરાયા છે.