ન્યૂયોર્ક, તા.2 : ટેનિસની સાત વખતની ગ્રાંડસ્લેમ
ચેમ્પિયન એક સમયની નંબર વન અમેરિકી ખેલાડી
વિનસ વિલિયમ્સ જાન્યુઆરી 2026ની શરૂઆતમાં
ઓસ્ટ્રેલિયન ઓપનમાં પુનરાગમન કરશે. 18 જાન્યુઆરીથી વર્ષની આ પહેલી ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટનો
મેલબોર્નમાં પ્રારંભ થશે. જેમાં 4પ વર્ષીય
વિનસ વિલિયમ્સને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી છે. વિનસ લગ્નના થોડા દિવસ પછી ફરી ટેનિસમાં
પ્રર્વત્ત થશે. 45 વર્ષે ઓસ્ટ્રેલિયન
ઓપનમાં ઉતરીને વિનસ નવો રેકોર્ડ બનાવશે. અગાઉ 201પમાં જાપાનની ખેલાડી કિમિકો ડેટ 44 વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયન ઓપન
રમી હતી. વિનસ ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા ડબલ્સની સ્પર્ધાનો હિસ્સો બનશે. તે પહેલીવાર
1998માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમી
હતી. તે અહીં બે વખત ફાઇનલ સુધી પહોંચી હતી અને ખિતાબથી વંચિત રહી હતી. બન્ને તે નાની
બહેન સેરેના સામે ફાઇનલમાં હારી હતી.