• શનિવાર, 03 જાન્યુઆરી, 2026

મંજલમાં પોલીસ દ્વારા કાર્યવાહી : રેતી ઉપાડતાં વાહનો જપ્ત કરાયાં

ગાંધીધામ, તા. 2 : પૂર્વ અને પશ્ચિમ કચછમાં ખનિજચોરો બેખોફ, બેફામ બન્યા છે. તેવામાં નખત્રાણા તાલુકાનાં મંજલ ગામમાં રેતીની ચોરી કરતા શખ્સોને એલ.સી.બી.એ પકડી પાડી ખાણ-ખનિજ વિભાગને રિપોર્ટ કર્યો હતો. સરહદી એવા કચ્છ જિલ્લામાં લાંબા સમયથી ખનિજચોરી કરનારા તત્ત્વો સક્રિય રહ્યા છે. અગાઉ પૂર્વ કચ્છમાં ઓવરલોડ વાહનો અને ખનિજચોરીના વધતા બનાવોને પગલે આખી એલ.સી.બી.ને વિંખી નાખવામાં આવી હતી. તેમ છતાં આવા તત્ત્વો સક્રિય જ રહ્યા છે. બીજીબાજુ પશ્ચિમમાં પણ ખનિજ માફિયા બેફામ ખનિજની લૂંટ કરી રહ્યા છે. આવા તત્ત્વોને પકડી પાડવા પોલીસે અગાઉ પણ કાર્યવાહી કરી જ છે. તેવામાં પૂર્વ બાબતમીના આધારે નખત્રાણા તાલુકાના મંજલ ગામની સીમમાં છાપો મારવામાં આવ્યો હતો. અહીં ગુલામશા મલકુશા સૈયદના ખુલ્લા પ્લોટમાં રેતીનો ઢગલો કરી જે.સી.બી. વડે ટ્રેક્ટરોમાં આ રેતી ભરવામાં આવતી હતી. પોલીસે અહીંથી જે.સી.બી.ના ચાલક રોબિનખાન ફૈઝલખાન પઠાણ, ટ્રેકટરના ચાલકો હુશેનશા લતીફશા સૈયદ, મહેન્દ્ર લાલજી મહેશ્વરી તથા દયારામ રામજી જોગીને પકડી પાડયા હતા. રેતી ગુલામશાના કહેવાથી ભરી અને ભુજના કુરબઈ ખાતે બ્લોકની ફેક્ટરીમાં ખાલી કરવાની હતી. તેમની પાસેથી આધાર-પુરાવા મગાતાં તે આપી શક્યા નહોતા. આ વાહનો કબજે કરી પોલીસે ખાણ-ખનિજ વિભાગને રિપોર્ટ કર્યો હતો. 

Panchang

dd