નવી દિલ્હી તા.2 : નેધરલેન્ડના સોર્ડ મારિન ફરી એકવાર ભારતીય મહિલા હોકી ટીમના
હેડ કોચ બન્યા છે. તેઓ આ પદ બીજીવાર સંભાળશે. અગાઉ તેમનાં માર્ગદર્શનમાં ભારતીય મહિલા
હોકી ટીમે ટાકેયો ઓલિમ્પિકમાં શાનદાર દેખાવ કરીને ચોથા સ્થાને રહી હતી. નેધરલેન્ડના
આ પૂર્વ ખેલાડી સોર્ડ મારિન 2017થી 2021 સુધી ભારતીય મહિલા હોકી ટીમના
કોચ હતા. હવે તેમનો નવો કાર્યકાળ શરૂ થશે. તેમની સાથે
સપોર્ટ સ્ટાફમાં માટિયાસ વિલા સામેલ થશે. તેઓ એનાલિસીસ કોચના પદે હશે. તે આર્જેન્ટિના
ટીમના પૂર્વ મિડફિલ્ડર છે. તેમણે 2000 અને 2004ના ઓલિમ્પિકમાં
દેશની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વેન લોમ્બાર્ડની નિયુક્તિ પરફોર્મન્સ કોચ તરીકે
થઈ છે. સોર્ડ મારિને કહ્યું છે કે ભારતીય મહિલા હોકી ટીમના કોચની ભૂમિકા માટે ઉત્સુક
છું. તેઓ 14 જાન્યુઆરીએ ભારત પહોંચશે.