• શનિવાર, 03 જાન્યુઆરી, 2026

સામખિયાળીથી નીકળેલા ટ્રકચાલકે 66 હજારની ચોરી કરી

ગાંધીધામ, તા. 2 : સામખિયાળીની કંપનીમાંથી સામાન ભરી અમદાવાદ જવા નીકળેલા ટ્રકચાલકે માળિયા પાસે આ વાહનને રેઢું મૂકી રસ્તામાં ક્યાંક રૂા. 66,150ના સામાનની ચોરી કરી તેના સામે ગુનો દર્જ થયો હતો. સામખિયાળીમાં અંજલિ રોડલાઇન્સ ચલાવતા મિતુલ ભરત અયાચી (ગઢવી)એ પોતાના ડ્રાઇવર સાજનસિંઘ પલવિંદરસિંઘને ટ્રક નંબર જીજે-12-બીવાય-4866 લઇને ઇ.ટી. કંપનીમાં મોકલાવ્યો હતો, ત્યાંથી આ ચાલકે 56 ટન બીલેટ ભરી, વાહનમાં  ડીઝલ ટાંકી ફુલ કરાવી અમદાવાદ જવા નીકળ્યો હતો, પરંતુ રસ્તામાં માળિયા નજીક ગાડી રેઢી મૂકીને ફોન બંધ કરીને નાસી ગયો હતે. જીપીએસ સિસ્ટમ જોઇ ફરિયાદીએ પોતાના માણસો ત્યાં મોકલાવતાં ટ્રકમાંથી  16 ડી-સર્કલ, લોખંડની ચાર ચેન, ચાર બાટલા, આઠ ખુટલા, પાંચ બેલ્ટ, બે તાડપત્રી, 1 સ્પેર વ્હીલ, ડીઝલ ટાંકીમાંથી 250 લિટર ડીઝલ એમ કુલ રૂા. 66,150ના સામાનની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd