કેરા, (તા.
ભુજ), તા. 2 : ભુજની માતૃશ્રી આર. ડી. શાળાનો છાત્ર હેન્ડબોલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
કરી રાજ્યકક્ષાએ પહોંચ્યો છે. ગુજરાત હેન્ડબોલ એકેડેમી અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના
જિલ્લાકક્ષાનાં આયોજનમાં વિવિધ તબક્કે સારું પ્રદર્શન કરનારો ધો. 12 કોમર્સ, ગામ કોડાય (માંડવી)નો રમતવીર વેકરિયા,
જીવેશ નારાણભાઈ રાજ્યની શાળાકીય ટીમમાં સ્થાન પામ્યો છે. સમાજ પ્રમુખ
વેલજીભાઈ પિંડોરિયા, સંચાલક ટ્રસ્ટ ચેરમેન ગોપાલભાઈ ગોરસિયા,
આર. ડી.ના ટ્રસ્ટ વતી વ્યવસ્થાપક ટ્રસ્ટી વસંત પટેલે કોચ-છાત્રોને અભિનંદન
આપ્યાં હતાં.