છથી સાત ઈસમે સિક્યોરિટી ગાર્ડને માર મારી કૃત્ય
આચર્યું : તપાસ શરૂ
ભુજ, તા. 13 : તાલુકાના
ખાવડા નજીક આવેલા આર. ઈ. પાર્કમાં આવેલી કંપનીના સિક્યોરિટી ગાર્ડને માર મારી છથી સાત
ચોર ઈસમે કોપર પ્લેટ, રોડ મળી અંદાજિત રૂા. 25,50,000ની
લૂંટ કરી હોવાનો બનાવ ખાવડા પોલીસ મથકના ચોપડે ફરિયાદ સ્વરૂપે નોંધાયો હતો. પોલીસે
આપેલી વિગતો મુજબ, ગત તા. 12-11ના
આર. ઈ. પાર્કમાં આવેલી જીઆઈપીસીએલ કંપની પીએસએસ 2માં લૂંટના ઈરાદે ઘૂસેલા
છથી સાત ચોર ઈસમોએ ફરજ પર રહેલા સિક્યોરિટી ગાર્ડને માર મારી તેને અસ્થિભંગ સહિતની
ઈજાઓ પહોંચાડી હતી. ચોર ઈસમોએ કંપનીના ગોડાઉનમાંથી કોપરની બસબાર પ્લેટો નંગ 60 અંદાજિત
કિં. રૂા. 18,00,000 તથા
કોપર અર્થિંગ રોડ નંગ 250 આશરે કિં. 7,50,000 મળી
કુલ રૂા. 25,50,000ના
મુદ્દામાલની લૂંટ કરી નાસી ગયા હતા. પોલીસે લૂંટના કૃત્યને અંજામ આપનારા છથી સાત ઈસમો
કોઈ જાણભેદુ હતા કે કોઈ લૂંટારુ ટોળકી સક્રિય થઈ છે તે દિશામાં તપાસ હાથ ધરવા સાથે
તમામ આરોપીઓ સામે હથિયારબંધીના જાહેરનામાનો ભંગ તથા હથિયાર ધારા સહિતની કલમો તળે ગુનો
નોંધી આગળની તપાસ હાથ ધરી છે.