ભુજ, તા. 22 : તાલુકાના સુમરાસર (શેખ)ની સીમમાં
ધમધમતાં પશુ કતલખાના પર એલસીબી ત્રાટકી હતી. ગામના એક શખ્સને પશુ માંસ તથા પશુ કતલના
સાધનો સાથે ઝડપીને કાર્યવાહી કરી હતી. એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ખાનગી બાતમી મળતાં સુમરાસર (શેખ)ની સીમમાં
ચાલતાં પશુ કતલખાના પર દરોડો પાડયો હતો. આ દરોડામાં આદમ અલીમામદ કુંભાર (રહે. સુમરાસર-શેખ)ને
પશુ માંસ આશરે 40 કિ.ગ્રા.
કિં. રૂા. 2000 તથા કુહાડી, બે ધારદાર છરી, વજનકાંટા-વજનિયા,
બે મોબાઇલ કિં. રૂા. 1000 તેમજ ગાડી કિં. રૂા. એક લાખના મુદ્દામાલ સાથે ઝડપી માધાપર પોલીસ
મથકે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી. આ કામગીરીમાં એલસીબીના
એ.એસ.આઇ. પંકજકુમાર કુશ્વાહ, અનિરુદ્ધસિંહ
રાઠોડ, હે.કો. ધર્મેન્દ્ર રાવલ, નવીનકુમાર
જોશી, રાજેન્દ્રસિંહ રાઠોડ, કોન્સ. ભરતભાઇ
ગઢવી જોડાયા હતા.