• ગુરુવાર, 23 જુલાઈ, 2026

ફરિયાદો ઉકેલવા સીએમ એકશન મોડમાં

અમદાવાદ, તા. 22 (અમારા પ્રતિનિધિ તરફથી) : મહેસાણા, કચ્છ અને ભાવનગરના જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી વિડિયો વોલ મારફતે જોડાયા હતા. તેમણે, પહેલીવાર કોઈપણ આગોતરી જાણ કર્યા વિના ઓચિંતા જોડાયા હતા અને જિલ્લા સ્વાગતની રજૂઆતો સાંભળી હતી. મુખ્યમંત્રીની આ ડિઝિટલ સરપ્રાઈઝ વિઝિટના પરિણામે જિલ્લા સ્વાગતમાં આવેલા રજૂઆત કર્તાઓએ મુખ્યમંત્રી સાથે સીધો સંવાદ કર્યો અને પોતાના પ્રશ્નોના નિરાકરણ માટેનો તેમનો વિશ્વાસ વધ્યો છે. આ સમયે, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ ડૉ. અજય કુમાર અને ખાસ ફરજ પરના અધિકારી ધિરજ પારેખ અને રાકેશ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતાં.  દરમ્યાનમાં તેમણે, જિલ્લા કલેક્ટરોને એવી સ્પષ્ટ તાકીદ કરી હતી કે, જિલ્લા-તાલુકા  સીએમ એકશન મોડમાં સ્વાગતમાં આવતી રજૂઆતોનો પેપર પર નિકાલ નહીં પરંતુ અરજદારને સંતોષ થાય તે રીતે નિવારણ લાવવો જરુરી છે. કોઈપણ અરજદારને રાજ્ય સ્વાગતમાં રજૂઆત માટે આવવું જ ન પડે તે રીતે જિલ્લા અને તાલુકા સ્વાગતમાં જ રજૂઆતોના 100 ટકા નિકાલ માટે કલેક્ટરો ઈનિશ્યેટિવ લે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ, તમામ પડતર રજૂઆતોનું 15 દિવસથી 1 મહિનામાં નિવારણ લાવીને અરજદારના ફોન નંબર સાથેની સંપૂર્ણ વિગતો મુખ્યમંત્રી કાર્યાલયને મોકલવા અને જિલ્લા કલેકટરો સમક્ષ છેલ્લા 6 માસમાં જિલ્લા સ્વાગતમાં રજૂઆત થઈ હોય પરંતુ જે-તે વિભાગ દ્વારા ગંભિરતા પૂર્વક ધ્યાન ન અપાયું હોય તેવા પ્રશ્નોનો રજૂઆત કર્તાના પરામર્શમાં ઉકેલ લાવીને 31 જુલાઈ સુધીમાં અહેવાલ આપવા મુખ્યમંત્રીએ આદેશો આપ્યા હતા. એવી જ રીતે, તેમણે જે પ્રશ્નો નિવારી શકાય તેમ ન હોય તો તેની સાચી અને સ્પષ્ટ સમજ અરજદારને આપવા અને વિભાગો વચ્ચેના પત્ર વ્યવહારથી સમસ્યા વધુ જટીલ ન બનાવવા જિલ્લા અધિકારીઓને સૂચનાઓ, ગૌચર જમીનો પરના દબાણોના કિસ્સામાં માપણી ફી સરકાર ભરે તે માટેના સ્પષ્ટ દિશા નિર્દેશો ઉપરાંત દર મહિનાના ચોથા મંગળવારે યોજાતા તાલુકા સ્વાગતમાં જિલ્લાના અધિકારીઓને હાજર રહીને રજૂઆત કર્તાના પ્રશ્નોના નિવારણમાં સક્રિયતા દાખવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.  

Panchang

dd