• ગુરુવાર, 23 જુલાઈ, 2026

ગાંધીધામ : વેપારીનાં અપહરણ-ખંડણી પ્રકરણે આરોપી પકડથી દૂર

ગાંધીધામ, તા. 22 : શહેર અને સંકુલમાં ગઈકાલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો ઊભા કરતો બનાવ સામે આવ્યો હતો. વેપારીનું અપહરણ, મકાનમાં બંધક બનાવી રૂા. 20 લાખની ખંડણીના બનાવમાં હજુ એકેય આરોપી પોલીસના હાથે ઝડપાયો નથી. શહેરના આસોપાલવ આર્કેડમાં ઓફિસ ધરાવતા દિલીપ ગોકળદાસ મજેઠિયા (ઠક્કર) પોતાની ઓફિસે પહોંચતાં આરોપી જાવેદ તથા અન્ય બે શખ્સે તેમનું અપહરણ કર્યું હતું અને બાદમાં શક્તિનગરના એક મકાનમાં લઈ જઈ માર માર્યો હતો અને ગળાં ઉપર છરી રાખી મારી નાખવાની ધમકી આપી 20 લાખની ખંડણી માગવામાં આવી હતી. આંગડિયા મારફતે સોહિલ નામના શખ્સને રૂપિયા આપી દેવાની તૈયારી થઈ ગઈ હતી. દરમ્યાન ફરિયાદીને ઓસ્લો સર્કલ નજીક આરોપીઓ ઉતારીને નાસી ગયા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી નાસી ગયેલા શખ્સોને પકડી પાડવા ચાર-પાંચ જુદી-જુદી ટીમ બનાવી શોધખોળ હાથ ધરી હતી, પરંતુ હજુ એકેય આરોપી પકડમાં આવ્યો નથી. સી.સી.ટી.વી., ખાનગી બાતમીદારો વગેરેની મદદથી તપાસ ચલાવાઈ રહી છે, પરંતુ આરોપીઓના કોઈ જ સઘડ ન મળ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

Panchang

dd