• ગુરુવાર, 23 જુલાઈ, 2026

વાંકુ સીમની પવનચક્કીમાંથી વાયર તથા ટ્રાન્સફોર્મરની ચોરી

ભુજ, તા. 22 : અબડાસા તાલુકાના વાંકુની સીમમાંથી પવનપક્કીમાંથી વિવિધ વાયર અને વિવિધ ટ્રાન્સફોર્મર્સ એમ કુલ્લે રૂા. 37,300ના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. ગઈકાલે જખૌ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગત તા. 23/4 પહેલાં તથા 21/7 પહેલાં આ ચોરી થઈ હતી. વાંકુની સીમમાં સુઝલોન કંપનીની પવનચક્કીમાંથી ઓરડીના નકૂચા તોડી તેમાંથી વિવિધ પ્રકારના વાયરો તથા વિવિધ ટ્રાન્સફોર્મર્સ જેની કુલ કિં. રૂા. 37,300ની કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd