• ગુરુવાર, 23 જુલાઈ, 2026

માતાના મઢમાં 350 દર્દીની તપાસ-સારવાર

માતાના મઢ, તા. 22 : માતાના મઢ ગ્રામ પંચાયતના સદસ્યો તથા પાટીદાર સમાજના સંયુક્ત ઉપક્રમે પાટીદાર ભવન ખાતે નિ:શુલ્ક સેવાયજ્ઞ મેગા મેડિકલ કેમ્પમાં 350થી વધુ દર્દીએ લાભ લીધો હતો. કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે માતાના મઢના ગ્રામ પંચાયતના સરપંચ કાસમભાઈ કુંભાર તેમજ પંચાયતના સદસ્યો જોડાયા હતા. ડો. અશોક પટેલે માર્ગદર્શન પૂરું પાડયું હતું. કેમ્પમાં ભુજની આયુષ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમ ડો. કરણ પટેલ, ડો. ઉપેન્દ્રસિંહ વાઘેલા, ડો. દીપ પવાણી, ડો. મયંક લીંબાણી, ડો. શ્યામ ત્રિવેદી, ડો. અરૂણ શંકર, ડો. કમલ કવાએ સેવા આપી હતી. કેમ્પમાં આવેલા તમામ દર્દીઓ માટે નિ:શુલ્ક દવાઓ તેમજ સુગર, બી.પી., એક્સ-રે અને ઈ.સી.જી. જેવી પાયાની તપાસ મફત કરી અપાઈ હતી. માતાના મઢ ગ્રામ પંચાયતના સભ્યો, પાટીદાર સમાજના કાર્યકરો અને સ્થાનિક અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. આયોજકો અને આયુષ હોસ્પિટલની ડોક્ટર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. 

Panchang

dd