• ગુરુવાર, 23 જુલાઈ, 2026

ગુજરાત ભાજપ આકરાં પાણીએ !

અમદાવાદ, તા. 22 (અમારા પ્રતિનિધિ તરફથી) : નીટ પેપર લીક મુદ્દે ગઈકાલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાયેલા ધરણાંના ઘેરા પ્રત્યાઘાતો હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. દિલ્હીના પ્રદર્શનના વળતા જવાબમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા અમદાવાદ સ્થિત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણાં યોજવામાં આવ્યા હતા.  આ વિરોધ પ્રદર્શનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત પ્રદેશ પદાધિકારીઓ, વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાતાં માહોલ ગરમાયો હતો. ભાજપના કાર્યકરો હાથમાં પ્લે કાર્ડ્સ લઈને કોંગ્રેસ કાર્યાલય બહાર પહોંચ્યા હતા અને કોંગ્રેસ હાય હાય તથા રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવી રોડ પર બેસી ગયા હતા.  બીજી તરફ, ભાજપના આક્રમક વિરોધને જોતાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પણ કાર્યાલયના પગથિયાં પર બેસી ગયા હતા. કોંગ્રેસ દ્વારા પણ ભાજપના વિરોધમાં મોદી-શાહ હાય હાય અને ચોકીદાર ચોર હૈના સામસામે તીખા નારા લગાવવામાં આવ્યા હતા, જેના કારણે બંને પક્ષના કાર્યકર્તા વચ્ચે ભારે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.  

Panchang

dd