ભુજ, તા. 15 : છ વર્ષ પૂર્વે મધ્યપ્રદેશના
પન્ના જિલ્લાના પવઇ પોલીસ મથકમાં દેવેન્દ્ર રામરતન ચૌધરી (રહે. હિનોતી, અમાનગંજ, જિ. પન્ના,
મધ્યપ્રદેશ) સામે અપહરણનો ગુનો નોંધાયો હતો. છેલ્લા છ વર્ષથી નાસતા-ફરતા
આ આરોપી દેવેન્સને એલસીબીએ મુંદરાના સમાઘોઘા ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે
મધ્યપ્રદેશ પોલીસને સોંપ્યો હતો.