ગાંધીધામ, તા. 26 : રાપરના ધોળાવીરા રોડ પર આવેલી
સુપર માર્કેટમાં લિફ્ટમાં
સામાન ઉપર લઈ જતી વખતે કોઈ કારણોસર દુકાનમાં કામ કરનારા ચેતન પૂંજાભાઈ ગામી (ઉ.વ. 30) લિફ્ટમાં આવી જતાં તેને માથાંમાં
ઈજાઓ થતાં તેનું કરુણ મોત થયું હતું. આ અગાઉ ગાંધીધામ અને આદિપુરમાં આવા બનાવો બની
ચૂક્યા છે. રાપરના ધોળાવીરા રોડ ઉપર આવેલી વતન મસાલા એન્ડ સુપર માર્કેટ નામની દુકાનમાં
આ કરુણ બનાવ બન્યો હતો. દુકાનમાં છેલ્લા પાંચ-છ મહિનાથી કામ કરનારા ચેતન નામના યુવાને
આજે પોતાનો જીવ ખોયો હતો. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, દુકાનમાં કામ કરનારો આ યુવાન આજે બપોરે નીચેથી
સામાન ઉપાડી અને લિફ્ટમાં ઉપર બાજુ જઈ રહ્યો હતો. દરમ્યાન આ બનાવ બન્યો હતો. કોઈ કારણોસર
તેનું માથું દીવાલમાં અથડાતાં તેને ગંભીર પ્રકારની
ઈજાઓ પહોંચી હતી. ગંભીર હાલતમાં તેને સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે આ યુવાનને
મૃત જાહેર કર્યો હતો. લિફ્ટમાં માથું ફસાઈ જઈ યુવાનનાં મોતનાં પગલે સમગ્ર પંથકમાં ભારે
ગમગીની પ્રસરી હતી. આ બનાવ અંગે આગળની તપાસ પી.એસ.આઈ. પી.એલ. કણેજાએ હાથ ધરી છે.