• શુક્રવાર, 27 માર્ચ, 2026

ઈરાનના નૌસેના વડાનું મોત

તેહરાન, તા. 26 : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ વધારે લોહિયાળ બની રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ મંત્રણાના દાવા વચ્ચે ગુરુવારે ઈઝરાયલી સેના તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે હોર્મુઝ સ્ટ્રેટ પાસે કરવામાં આવેલા હુમલામાં ઈરાની નેવી ચીફ અલીરેઝા તંગસિરીને મારી નાખવામાં આવ્યા છે. અલીરેઝા 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકી અને ઈઝરાયલી હુમલા સામે સતત ઈરાની નૌસેનાની કમાન સંભાળી રહ્યા હતા. થોડા દિવસ પહેલા જ તેમણે હોર્મુઝને સંપૂર્ણ બંધ કરીને દુશ્મનને મોટો ઝટકો આપવાની ધમકી આપી હતી.  ધ જેરુશલેમ પોસ્ટ અનુસાર ઈઝરાયલની સેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમણે હોર્મુઝ નજીક ઈરાની પોર્ટ શહેર અબ્બાસને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં જ અલીરેઝાનું મૃત્યુ થયું છે. પશ્ચિમ એશિયાના  આ યુદ્ધમાં અલીરેઝાનું મૃત્યુ એક મહત્ત્વની ઘટના છે કારણ કે યુદ્ધ વધવાની સ્થિતિમાં તેમણે જ હોર્મુઝનો રસ્તો ઠપ કરી દેવાની ધમકી આપી હતી. આવી સ્થિતિમાં નૌકાદળના નેતૃત્ત્વનો ખાત્મો થવાથી વ્યૂહાત્મક શૂન્યાવકાશની સ્થિતિ બની શકે છે કારણ કે અલીરેઝા 2018થી આ પદ સંભાળી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે બંદર અબ્બાસ, હોર્મુજની એકદમ નજીક છે. આ શહેર ઈરાન માટે રણનીતિક રૂપથી મહત્ત્વપૂર્ણ છે કારણ કે અમેરિકા સાથે યુદ્ધ વધવાની સ્થિતિમાં તેહરાન અબ્બાસ  શહેરથી જ હોર્મુઝને બંધ કરવાના પ્રયાસની સ્થિતિમાં છે.  

Panchang

dd