નવી દિલ્હી, તા. 26 : મહાયુદ્ધથી
તેલ સંકટ વચ્ચે ખાનગી કંપની નાયરા એનર્જીએ ગુરુવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર પાંચ
અને ડીઝલમાં ત્રણ રૂપિયાનો વધારો ઝીંકી દીધો હતો.આ વધારા બાદ ભોપાલમાં એક લિટર પેટ્રોલની
કિંમત 112.42 રૂપિયા થઈ ગઈ છે, તો ડીઝલના ભાવ 94.88 રૂપિયા થઈ ગયા છે. કેટલાંક
રાજ્યોમાં પેટ્રોલના ભાવોમાં લિટરે 5.30 રૂપિયા સુધી વધારો જોવા મળ્યો છે. દેશમાં નાયરાના લગભગ સાત હજાર
પેટ્રોલ પંપ છે. જો કે, આઈઓસી,
એચપીસીએલ તેમજ બીપીસીએલ જેવી સરકારી કંપનીઓએ હજુ પેટ્રોલ-ડીઝલના ભાવ
નથી વધાર્યા. વિતેલા સપ્તાહે પ્રીમિયમ પેટ્રોલ બે રૂપિયા મોંઘું થયું હતું.