ગાંધીધામ, તા. 26 : પડાણા ગામના તળાવની પાળે ખંડેર
ઓરડીમાંથી પોલીસે રૂા. 56,672નો દારૂ જપ્ત
કર્યો હતો. પરંતુ બે આરોપી ગેરહાજર મળ્યા હતા. જ્યારે ભુજ અને મુંદરા નજીકના ધ્રબ પાસેથીય
શરાબની બોટલો સાથે શખ્સોને પોલીસે ઝડપી પાડયો હતો. પડાણા ગામના તળાવની પાળ પાસે આવેલી
ખંડેર ઓરડીમાં ગામનો કુલદીપસિંહ ઉર્ફે બબો જયરામજી વાઘેલા અને મહેન્દ્રસિંહ ઉર્ફે મયંકસિંહ
મહિપતસિંહ જાડેજા નામના શખ્સોએ દારૂ રાખી ત્યાં હાલમાં દારૂ વેંચાતો હોવાની પૂર્વ, સચોટ બાતમી પોલીસને મળી હતી. પરંતુ પોલીસ આવતી
હોવાની ગંધ આ શખ્સોને આવી જતાં બંને ત્યાંથી માલ રાખીને સરકી ગયા હતા. આ દરવાજા વગરની
ઓરડીમાંથી ગ્રીન લેબલ 750 એમએલની 40 બોટલ, વ્હાઇટ સ્વાન વોડકા ઓરેન્જ ફ્લેવર 180 એમએલની 48 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 56,672નો દારૂ પકડાયો હતો. હાથમાં
ન આવેલા બંને શખ્સોને પકડવા તથા તેમણે ક્યાંથી, કોની પાસેથી દારૂ લીધો હતો તેની આખી સાંકળ શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી
તરફ તા. 26/3ના અડધી રાતે
બે વાગ્યે ભુજના સંસ્કારનગર ખેડૂત તાલીમ કેન્દ્ર પાસે મૂળ જોધપુર-રાજસ્થાનના હાલે ભુજ
રહેતા મનીષ ઘાસીરામ ટાંકને વ્હીસ્કીની સાત
બોટલ કિં. રૂા. 38,490, એકટીવા
જી.જે. 12 એચ.ડી.-2022 જેની કિં. રૂા. 30,000 અને એક ફોન કિં. રૂા. 10,000 એમ કુલ્લે રૂા. 78,490 મુદ્દામાલ સાથે એ-ડિવિઝન પોલીસે
ઝડપીને કાર્યવાહી કરી હતી. જ્યારે મુંદરાના પોર્ટ રોડ પર જીઓ પેટ્રોલપંપ પાસે આવેલા
રંગલા પંજાબ હોટલ પાછળ ખુલ્લામાં ધ્રબ સીમમાંથી આજે બપોરે અજયપાલસિંગ સુચ્ચાસિંગ જાટ
(રહે. ધ્રબ, મૂળ પંજાબ)ને શરાબની દશ
બોટલ કિં. રૂા. 20,000ના મુદ્દામાલ
સાથે મુંદરા પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે.