• શુક્રવાર, 27 માર્ચ, 2026

પહેલી એપ્રિલથી દવાઓ મોંઘી થશે

નવી દિલ્હી, તા. 26 : મોંઘવારી માથું દુ:ખાડતી સમસ્યા બની રહી છે, ત્યારે સામાન્ય માણસના આ દુ:ખાવામાં દવાથી જ વધારો થશે. પહેલી એપ્રિલથી 767 જેટલી જરૂરી દવાઓ મોંઘી થઈ જશે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈઝિંગ ઓથોરિટી (એનપીપીએ) તરફથી વિવિધ મહત્ત્વની દવાઓના ભાવમાં 0.64 ટકા સુધી વધારો કરવાને મંજુરી આપી દેવાઈ છે. જથ્થાબંધ નિર્માતા ભાવ આંકના આધાર ઉપર 2025ના કેલેન્ડર વર્ષ દરમ્યાન 2024ની સમાન અવધિની તુલનામાં વાર્ષિક બદલાવ 0.64956 ટકાનો રહ્યો છે. મેમોરેન્ડમ અનુસાર, દવા નિર્માતા આ અંકના આધાર પર મહત્તમ છૂટક વેચાણ કિંમતમાં વધારો કરી શકે છે. સૌથી વધુ 24.14 રૂપિયાનો વધારો 500 એમજી એઝિથ્રોમાયસિનમાં કરાયો હોવાનું જાણવા માટે છે. એ જ  રીતે એમોકિસીસિલિનના ભાવમાં 7.54 રૂપિયા વધશે. સેફિકઝાઈમ 200 એમજીની કિંમતમાં 10 રૂપિયાનો વધારો કરાશે. પેઈન કિલર ડાઈકલોફનેકમાં 2.10, સિપ્રોફ્લોકસાસિનમાં 4.35 રૂપિયા વધશે. તમામ જરૂરી દવાઓની કિંમતોમાં વધારો જીએસટી વગરનો છે. નિર્માતાઓ છૂટક જથ્થાબંધ વેપારીઓ માટે ટોચની કિંમતથી વધુ કિંમત દેવા વેંચવી ગેરકાયદે લેખાશે. 

Panchang

dd