• શુક્રવાર, 27 માર્ચ, 2026

થરાવડાની ત્રણ વાડીમાંથી બોરવેલના વાયરની તફડંચી

ભુજ, તા. 26 : તાલુકાના થરાવડાની સીમમાં ત્રણ વાડીમાંથી બોરવેલના વાયરની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે. પદ્ધર પોલીસ મથકે ચંદિયા (તા. અંજાર)ના જયસુખભાઇ વલમજી સોરઠિયા (આહીર)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 24/3ના રાતથી બીજા દિવસની સવાર સુધી તેની થરાવડાની સીમ  પાસે આવેલી વાડીમાંના  બોરવેલમાંથી તેમજ સાહેદો હરેશભાઇ કરશનભાઇ મેતા (આહીર) અને વાલજી કાનજીભાઇ મેતા (આહીર)નીય વાડીમાંના બોરવેલમાંથી કુલ્લે રૂા. 18,230ના જુદા-જુદા વાયરની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd