અંજાર, તા. 26 : ગુજરાત માં બીજા નંબરે યોજાતી ભગવાન શ્રી રામ જન્મોત્સવ ઉત્સવ
છેલ્લા 41 વર્ષ થી ઉજવવા માં આવે છે.
શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે 42 મો જન્મોત્સવ ઉજવવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત શહેરને શણગારવામાં આવ્યું છે. રામનવમી
ના પુણ્ય દિવસે અંજાર સ્વામિનારાયણ મધ્યે સૌ પ્રથમ ધર્મ સભા યોજાશે. સાધુ સંતો, સમાજ અગ્રણીઓ, દાતા ઓ તથા ધર્મપ્રેમી ભાઈ તેમજ બહેનો ની ઉપસ્થિત રહેશે.
વિશ્વ હિન્દુ પરિસદ પ્રાંત મંત્રી દેવજીભાઈ મયાત્રા મુખ્ય વક્તા તરીકે ધર્મ સંદેશ પાઠવશે.
સૌ પ્રથમ રામ ઘનશ્યામ રથ નુ પ્રસ્થાન સાધુ
સંતો તેમજ વાલ્મિકી સમાજ ના કર્મયોગી સફાઈ કામદારો દ્વારા શ્રી રઘુનાથ મંદિરે થી પ્રસ્થાન
કરવામાં આવશે. દિવ્ય અને ભવ્ય રામ જન્મોત્સવ મા મુખ્ય આકર્ષણ નુ કેન્દ્ર રામાયણ આધારિત
કૃતિ રહશે તેમા ખાસ લવ કુશ કથા, માં સીતાજી પ્રાગટ્ય,
પિનાક ધનુષ્ય સાથે રમતા બાળપણ ના સીતાજી, યજ્ઞ
રક્ષા કરતા શ્રી રામ, ભીલો ના રાજા નિષાદગૃહ સાથે રામ મિલન,
સીતા હરણ, શબરી મિલન, હનુમાન
સુગ્રીવ મિલન, વિભિક્ષણ હનુમાન મિલન, રામેશ્વર
મહાદેવ ની સ્થાપના, લક્ષ્મણ દ્વારા વિભિષણ નુ રાજ તિલક
, સીતા માતા ની અગ્નિ પરીક્ષા, રામ રાજ્યાભિષેક,
હનુમાનજી સિંદુર ગરુડ રથ ખાસ મુખ્ય રહેશે. સાથે સાથે ભારત ભર ના વીર
સપૂતો છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, ઝાંસી ની રાણી લક્ષ્મીબાઈ સાથે ધર્મ ધજા ઘોડે સવારી પર બિરાજમાન જોવા મળશે.
આ વખતે અંજાર શહેર એક નવો ઇતિહાસ રચશે જેમા રામાયણ ની કૃતિ સાથે અન્ય કૃતિ ઓ મળી 72 કૃતિ નિહાળવા મળશે સાથે સાથે
સેવા કેમ 45 તેમજ મેડિકલ ટિમ સેવામા અવિરત
રહશે. આ રથયાત્રા મા 1100 સ્વયં સેવક
ભાઈઓ કેશરી, પીળા અને સફેદ કલર ના પહેરવેશ
સાથે ખડેપગે વ્યવસ્થા સંભાળશે.શ્રી રામ ઘનશ્યામ મહોત્સવ ને નિહાળવા સમગ્ર કરછ તેમજ
ભારત ભર માંથી લોકો પધારશે તેવુ રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ ના પ્રમુખ મેઘજીભાઈ હિરાણી,
મંત્રી બાબુભાઇ ગઢવી, ઉપ પ્રમુખ ગણેશ આહીર,
સંયોજક અજય દાદલ, દેવજી કેરાઈ, વિનોદભાઈ હડિયા તેમજ મીડિયા ઇન્ચાર્જ જીતેન્દ્ર ચોટારા ની યાદી દ્વારા જણાવેલ
છે.