માધાપર (તા. ભુજ), તા. 26 : અહીંના તેરા
તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છ દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીના જન્મ મહોત્સવ
શ્રી રામનવમી નિમિત્તે 51 ગામોમાં દર
વર્ષે ગાયોને નીરણની ઘાસની ગાડીઓ મોકલવામાં આવે છે,
જેમાં મુખ્ય દાતાઓ કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના પ્રમુખ સમાજરત્ન વિનોદભાઈ
પુરષોત્તમભાઈ સોલંકી પરિવાર, જીવદયાપ્રેમી હરીશભાઈ કતિરા
,જગતભાઇ વ્યાસ -ભુજ, સમર્પણ મહિલા મંડળ - માધાપરનો
સહયોગ મળી રહ્યો છે. આ વખતે આવતીકાલે 27/03/26 શુક્રવારે સવારે 9:00 વાગે કન્યાશાળા માધાપર પાસેથી પ્રસ્થાન હિંમતાસિંહજી વસણ (સંઘચાલક
રાસ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરછ-વિભાગ), હરીશભાઈ કતિરા, માવજીભાઈ સોરઠિયા તથા વિવિધ સમાજ-સંસ્થાના
પદાધિકારીઓ, ચૂંટાયેલા સદસ્યો વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં કરાશે. આ ગાડીઓ વાડાસર, સરલી
લોરિયા, સુમારાસર શેખ, કુનરિયા,
મોરજર, વરલી, લેર,
ગોડપર, સેનેટોરિયમ, સુપાર્શ્વ
જૈન સેવા, મખણા, હરુડી, ગડા, રુદ્રાણી જાગીર, કાનપર,
વીછિયા, નથ્થરકુઇ, વ્યારા, હરિપર, ઝુરા,
ઢોરી, ઝુરા કેમ્પ, નોખાણિયા, માધાપર નવાવાસ,
કુરબઈ, સરલી, સુખપર ગૌશાળા,
ગડા, ભચાઉ, મુંદરા,
પ્રાગપર, રાપર, બિદડા,
કોટડા (ઉગમણા), સણોસરા, લેર
હનુમાન ગૌશાળા, બાઉખા (સ.), બાઉખા (ઓ.),
બંદરા મોટા, પાયરકા, આણંદસર, નારણપર, માનવમંદિર
ગૌશાળા, ભુજ પાંજરાપોળ,
મહંત દિલીપ રાજા દાદા, પુંજલધામ-મોરજર,
મહંત જગજીવનદાસ બાપુ રવિભાણ આશ્રમ-બિબ્બર, મહંત જયંતીદાસજી મહારાજ -સેવાસ્મરણ
કુટિયા-વરલી, મહંત જગદીશદાસ બાપુ ભજન ભોંયરા-મોટા બંદરા ખાતે
ગાયો માટે નીરણ મોકલવામાં આવશે એવું હિતેશ ખંડોરની યાદીમાં જણાવાયું છે.