નવી દિલ્હી, તા. 26 : સંયુક્ત આરબ
અમીરાત (યુએઈ)ની રાજધાની અબુધાબીમાં ગુરુવારે એક બેલેસ્ટિક મિસાઈલ તૂટીને પડતાં એક
ભારતીય સહિત બે લોકોનાં મોત થઈ ગયાં હતાં. આ ઘટનામાં અન્ય અનેક લોકો ઘાયલ થઈ ગયા હતા.
યુએઈની હવાઈસુરક્ષા પ્રણાલીએ બેલેસ્ટિક મિસાઈલ સફળતાપૂર્વક નષ્ટ કરી નાખ્યું હતું.
યુએઈના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે, અમારી હવાઈ સુરક્ષા પ્રણાલી ઈરાનથી છોડાતી મિસાઈલો અને ડ્રોન હુમલાઓને વળતો
જવાબ આપી, વિફળ બનાવી રહી છે. અબુધાબીમાં તાજી ઘટના બાદ જીવ ખોનારાઓની
સંખ્યા વધીને 12 થઈ ગઈ છે.
અત્યાર સુધી ભારત ઉપરાંત પાકિસ્તાન, નેપાળ, બાંગલાદેશ અને પેલેસ્ટાઈનના લોકોનાં મોત થઈ ચૂક્યાં
છે. અમે કોઈ પણ પ્રકારના હુમલાનો સામનો કરવા તૈયાર છીએ. તેવું યુએઈ સરકારે કહ્યું હતું.