કુકમા, તા. 26 : અવધનગર (કુકમા)ના કારીગરે તૈયાર
કરેલાં ઉત્પાદનો વિદેશની આર્ટ ગેલેરીમાં પ્રદર્શિત થયાં હતાં. અવધનગર (કુકમા)ના 37 વર્ષીય યુવા કારીગર મુકેશ રામજીભાઇ
વણકરનો પરિવાર પેઢી દર પેઢી વણાટ ક્ષેત્રે કાર્ય કરે છે. સામાન્ય રીતે કાલા કોટનમાંથી
સાડી, દુપટ્ટા, સૂટપીસ,
સ્ટોલ, ફેબ્રિક, તકિયાના
કવર વિ. બનાવતા હતા, પરંતુ મુકેશભાઇએ ઘેટાંનાં ઊનમાંથી દોરા બનાવી
`વોલ હેંગિંગ પીસ', `િકમોનો' માટે કાપડ જેવાં ઉત્પાદનો બનાવ્યાં હતાં. પરંપરાગત
જાપાની વત્ર કિમોનો માટે હાલે જાપાની મહિલાઓ અવધનગર આવી મનપસંદ રંગ તથા ડિઝાઇન બનાવડાવે
છે. નોર્વે સહિત અન્ય દેશના ડ્રેસ ડિઝાઇનર પણ તેમની પાસે પોતાની ડિઝાઇન મુજબ પ્રોડક્ટ
તૈયાર કરાવે છે. કારીગરના જણાવ્યા મુજબ તેમણે તૈયાર કરેલાં વોલ હેંગિંગ જેવાં ઉત્પાદનો
વિદેશના ડિઝાઇન સ્ટુડિયો-આર્ટ ગેલેરીની શોભા વધારી છે. ત્યાં આ ઉત્પાદકોની માંગ છે.
વિવિધ વિદેશી ડિઝાઇનરો સોશિયલ મીડિયા મારફતે તેમને જોઇતી ડિઝાઇન મોકલે છે તથા જરૂર
પડયે રૂબરૂ મુલાકાત પણ કરે છે.