• શુક્રવાર, 27 માર્ચ, 2026

નાગિયારીના શખ્સ ત્રાસથી ભારાસરની યુવતીએ આપઘાત કર્યાની ફરિયાદ

ભુજ, તા. 26 : ગત તા. 16/3ના રાતે તાલુકાના ભારાસરમાં યુવતી દીપાલીબેને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. નાગિયારીના અલ્તાફ આદમ બાફણના ત્રાસથી તેણે આ અંતિમ પગલું ભરી લીધાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે ગઇકાલે માનકૂવા પોલીસ મથકે ભાવેશ કાનજીભાઇ મહેશ્વરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ દીપાલી અને અલ્તાફ એકબીજાના પરિચયમાં હતા. અલ્તાફ દીપાલીને ત્રાસ આપતો હતો. આથી દીપાલી અલ્તાફથી પીછો છોડાવા માંગતી હતી, પરંતુ આરોપી અલ્તાફ તેની સાથે સંબંધો ચાલુ રાખવા માટે અવાર-નવાર શારીરિક અને માનસિક રીતે ત્રાસ ગુજારતા દીપાલીએ તા. 16/3ના ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આમ અલ્તાફે તેને મરવા મજબૂર કરી હતી. પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણ અને એટ્રોસિટી તળે અલ્તાફ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે. 

Panchang

dd