• બુધવાર, 25 માર્ચ, 2026

ગાંધીધામમાં આર.ટી.ઓ. ચલણની લિંક મોકલી પૈસા કાઢી લેનાર ઝડપાયો

ગાંધીધામ, તા. 24 : શહેરના ઈફકો ઉદય નગરમાં રહેતા આધેડને આરટીઓ ચલણની લિંક મોકલી રૂા. 3,59,152 ખંખેરી લેવાના બનાવમાં સુરતથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ અગાઉ છેતરપિંડી કરનાર શખ્સને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. શહેરના ઈફકો ઉદયનગરમાં રહેતા ઈફકોમાં નોકરી કરતા મયંક ખોડા પટેલના ખાતામાંથી તા.15/10/2025થી 18/11/2025 દરમ્યાન પૈસા ઊપડી ગયા હતા જે અંગે તા. 27/2/2026ના પોલીસ મથકે ગુનો દર્જ થયો હતો. આ આધેડના મોબાઈલમાં ટેકસ્ટ મેસેજ આવ્યો હતો જે ખોલતાં લિંક ખૂલી હતી અને આરટીઓ ચલણની ફાઈલ ડાઉનલોડ થયા બાદ મોબાઈલ બંધ થઈ ગયો હતો. બાદમાં આપમેળે ચાલુ થયો હતો. સાયબર ગઠિયાઓએ આ દરમ્યાન તેમના બેંક ખાતામાંથી જુદી-જુદી તારીખે કુલ રૂા. 3,59,152 સેરવી લીધા હતા. બનાવ અંગે ગુનો નોંધી બી-ડિવિઝન પોલીસે અમરોલી સુરતથી મૂળ ઓરિસ્સાના બિક્રમ દિગમ્બર ખટાઈ નામના શખ્સને પકડી પાડયો હતો. આ શખ્સ પાસેથી એક મોબાઈલ તથા ક્રેડિટ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ દોઢેક વર્ષ અગાઉ ગાંધીધામના યુવાનને માલ માટે પૈસા મેળવી લઈ બાદમાં માલ કે પૈસા પરત અપાયા નહોતા જે અંગે ગુનો દર્જ થયા બાદ પોલીસે આરોપીઓને પકડી પાડયા હતા.  આ પ્રકરણમાં વધુ એક શખ્સનું નામ બહાર આવતાં સુરતના મોટા વરાછામાંથી મૂળ અમરેલી સાવરકુંડલાના ઘનશ્યામ પાંચા માંગરોળિયાને પોલીસે ઝડપી પાડયો હતો. 

Panchang

dd