ગાંધીધામ, તા. 2 : શહેરના સુંદરપુરીમાં પગપાળા
જતા યુવાનને પકડી પાડી છરી ભોંકી દેતાં બે શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
શહેરના સુંદરપુરી ધોબીઘાટ વિસ્તારમાં રહેનારી દીપેશ ઉમેશપુરી ગોસ્વામી ગત તા. 31-12ના પોતાની ગેરેજે કામ પતાવી
મિત્ર દિલીપ સરદારના જન્મદિવસના પ્રસંગે તેના ઘરે ગયો હતો. બાદમાં મોડેકથી પાન, માળો ખાવા તે શેરીમાંથી પસાર થઇ મુખ્ય રોડ બાજુ
જઇ રહ્યો હતો, તેવામાં શેરીમાં સંજીવ ઉર્ફે સોનુ ધર્મેશસિંહ તથા
પ્રેમ અજય ઊભા હતા, ત્યારે આ શખ્સોએ અગાઉ તે માર માર્યો હતો આજે
તારો વારો છે, તેમ કહી તેને પકડી રાખી સોનુએ છરી કાઢી યુવાનના
પેટમાં બે ઘા ઝીંકી દીધા હતા, જેથી તે ત્યાં જ ઢળી પડયો હતો.
ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઇ જવાયો હતો. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી આગળની તપાસ
હાથ ધરી છે.