• ગુરુવાર, 18 જૂન, 2026

અવસાન નોંધ

ભુજ : કચ્છી પરજિયા પટણી સોની ગં.સ્વ. ધનવંતીબેન (મણિબેન) ઝવેરીલાલ સુસણિયા (મુબંઈ નિવાસી) (ઉ.વ. 92) તે સ્વ. ઝવેરીલાલ કાનજી સુસણિયાના પત્ની, સ્વ. સોની પ્રાગજી નરસી છટપોખ્યાના પુત્રી, સ્વ. નીતિન, નવીન, સ્વ. લતાબેન રમેશભાઈ હંજ, ગિરીશ, સોની જ્યોતિબેન દીપકભાઇના માતા, શૌર્ય, જ્હાનવી હાર્દિક હંજ, ગીત, દેવાંશના દાદી, અપેક્ષા વિપુલ થલેશ્વર, જિજ્ઞેશ, બંસી સંદીપ સુરુ, દિવ્યા જિગર કાગતડા, સાગરના નાની, નાયસાના પરનાની, સ્વ. ધનજીભાઈ, સ્વ. હેમરાજભાઈ, કાંતિભાઈ, વસંતભાઈ, ગં.સ્વ. પુષ્પાબેન, લક્ષ્મીબેન, ભાનુબેનના મોટા બહેન, લક્ષ્મીદાસ કાનજીભાઈ સુસણિયાના ભાભી, સ્વ. પૂનમ નીતિન સુસણિયા, સ્વ. સોનલ નવીન સુસણિયા, સોની તારુલતા ગિરીશ સુસણિયા, સોની દીપકભાઇ મોનજીભાઇ થલેશ્વર, સોની સ્વ. રમેશભાઈ બાબુલાલ હંજના સાસુ તા. 16-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-6-2026ના ગુરુવારે સાંજે 4થી 5 ગોસ્વામી સમાજવાડી, હમીરસર નજીક, રામધૂનની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : સુમરા અમઝદ અબ્દુલ્લા (ઉ.વ. 42) તે જેનાબેનના પુત્ર, મહમદ હુશેન, ઇબ્રાહિમ, જાવેદ, કુલસુમ, મોહસીનના ભાઇ, અમન, તમન્ના, મેહરુન, આમીરના પિતા, અબ્દુલ્લા (એપોલોવાળા)ના સાળા, ઓસમાણ મામધના ભત્રીજા તા. 17-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-6-2026ના સવારે 8.30થી 9.30 બકાલી મસ્જિદ, પાટવાડી નાકા, ભુજ ખાતે.

ભુજ : પ્રદીપ જેઠાલાલ ચૌહાણ (દરજી) (ઉ.વ. 64) (નિવૃત્ત ભુજ નગરપાલિકા કર્મચારી) તે જેઠાલાલ વેલજી ચૌહાણના પુત્ર, પ્રફુલ્લાબેનના પતિ, સ્વ. નરશીભાઈ આણંદજી મકવાણા (ધોરાજી હાલે માકુવા)ના જમાઈ, સ્વ. છગનભાઈ, સ્વ. ચંપાબેન, જ્યોતિબેન, રાજેશ્રીબેનના બનેવી, સીમા દીપક ગોહિલના મોટા ભાઈ, દીપા હિતેષ પીઠડિયા (ભાંડુપ-મુંબઈ), કમલ, મયૂરના પિતા, માયાના સસરા, શ્રેયા, ખુશીના દાદા, નંદિની, જયદીપના નાના, હેન્શી, ટ્વિંકલ, ઓમના મામા તા. 16-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-6-2026ના શુક્રવારે સાંજે 4થી 5 માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, વી.ડી. હાઈસ્કૂલ સામે, ભુજ ખાતે.

ભુજ : જશવંતભાઇ શિવાભાઇ લખતરિયા (ઉ.વ. 73) (નિવૃત્ત એ.એસ.આઇ. ગુજરાત પોલીસ) તે વસુમતીબેનના પતિ, અશ્વિનભાઇ લખતરિયાના ભાઇ, રિંકુબેનના જેઠ, વિરલ લખતરિયા, જિજ્ઞેશ લખતરિયા (એડવોકેટ એન્ડ નોટરી), ભાવિન લખતરિયાના પિતા, જલ્પાબેન, દીપિકાના સસરા, મેહુલ, વંશ, દેવ્યાની, ધર્મના દાદા તા. 17-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-6-2026ના સાંજે 4થી 6 દશનામ ગોસ્વામી સમાજવાડી, રામધૂન પાસે, ભુજ ખાતે.

આદિપુર : હરેન્દ્રભાઈ દામજીભાઇ સોલંકી (ઉ.વ. 69) તે સ્વ. જયાબેન દામજીભાઇ સોલંકીના પુત્ર, સ્વ. ભૂપતભાઇ, કિશોરભાઈ, સ્વ. નટવરભાઈ, સ્વ. રણજિતભાઇ, રાજેશભાઈના ભત્રીજા, ભરતભાઈ, સ્વ. વિજયભાઈ, શગુણાબેન ભરતકુમાર રાઠોડ (મોરબી)ના ભાઈ, પ્રવીણાબેનના પતિ, પ્રવીણાબેન ભરતભાઈ સોલંકી, ગં.સ્વ. નંદાબેન વિજયભાઈ સોલંકીના જેઠ, તૃપ્તિ જિજ્ઞેશકુમાર સોલંકી (ભુજ), વંદના ચિરાગકુમાર રાજપૂત (અમદાવાદ), વિશાલના પિતા, રૂપલ વિશાલ સોલંકીના સસરા, તેજસ, અંકિત, પાયલ વિજયકુમાર રાઠોડના મોટા બાપુ, જાન્યા, વંશ, હર્ષ, યશ, રુદ્રના દાદા, સ્વ. મેઘજી ખેંગાર ચૌહાણ (ભુજ)ના જમાઈ તા. 16-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-6-2026ના સાંજે 5થી 6 મૈત્રી સ્કૂલ ડોમ, આદિપુર ખાતે.

અંજાર : હરેન્દ્રભાઈ શાહ (બુદ્ધિભાઈ) (ઉ.વ 83) (ગુલાબ મિલવાળા) તે સ્વ. દેવરાજભાઈ વ્રજપાલ શાહ (જામનગર)ના પુત્ર, કોકિલાબેનના પતિ, મનુભાઈ શાહના ભાઈ, સેજલબેન, પારસભાઈના પિતા, મોનલભાઈ શાહ (અમદાવાદ), રિપાબેનના સસરા, હેમાંગભાઈ, હિરેલભાઈના કાકા, યુગ, કુશના દાદા, ધર્મીના નાના, સ્વ. રાયચંદભાઈ નરાસિંહભાઈ શાહ (પૂર્વ સાંસદ, પાંડુરંના-એમ.પી.)ના જમાઈ તા. 16-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-6-2026ના ગુરુવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી સમાજવાડી (પીરવાડી), અંજાર ખાતે.

મુંદરા : સૌરવ જગદીશભાઇ રાઠોડ (ઉ.વ. 28) તે જિજ્ઞાબેન જગદીશભાઇ રાઠોડના પુત્ર, કરણ, ગોપી, દીપા અને સુમિતના ભાઇ તા. 16-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-6-2026ના ગુરુવારે સાંજે 5થી 6 ખારવા સમાજવાડી, મુંદરા ખાતે.

બાગ (તા. માંડવી) : રુકિયાબાઈ કાસમ સુમરા (જામોતર) (ઉ.વ. 80) તે અનવર, રમજુ, સલીમ, જુનસના માતા તા. 17-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-6-2026ના શુક્રવારે સવારે 10થી 11 જામોતર ફળિયા, બાગ ખાતે.

આડેસર (તા. રાપર) : પાર્વતીબેન (ઉ.વ. 89) તે સ્વ. લાલજીભાઇ ગોરધનભાઈ ચંદેના પત્ની, સ્વ. મણિબેન ઝવેરભાઈ જાદવજીભાઈ રૈયા (મઢુત્રાવાળા)ના પુત્રી, કાંતિલાલ, મહેશભાઈ, સ્વ. રમેશભાઇ, દિનેશભાઈના માતા, સ્વ. હરિલાલ, બળવંતલાલ, સ્વ. રંભાબેન, ગં.સ્વ. લીલાબેનના બહેન તા. 14-6-2026ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની  પ્રાર્થનાસભા તા. 21-6-2026ના રવિવારે સવારે 10થી 11 મીરાણી પરિવાર વાડી, આડેસર ખાતે. દશો રાખેલ છે.

મુધાન (તા. લખપત) : જાડેજા ભોમસિંહ ખેતાજી (ઉ.વ. 28) તે સ્વ. જાડેજા ખેતાજી મોડજીના પુત્ર, ભીખુભાના પિતા, સુજાજી મોડજી, પૃથ્વીરાજજી રતનજી, મગાજી, ભૂપતસિંહના ભત્રીજા, કારૂભા, દેવાજી, ક્રિપાલસિંહના મોટા ભાઇ, સ્વરાજજી વખતાજી, જુવાનસિંહના કાકાઇ ભાઇ, સોઢા મગજી મિસરાજી (મોટા રેહા)ના જમાઇ તા. 12-6-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 22-6-2026ના સોમવારે રાત્રે તથા ઘડાઢોળ તા. 23-6-2026ના મંગળવારે સવારે.

રાજકોટ : ઉજીબેન વાલજીભાઇ નાથાણી તા. 14-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 18-6-2026ના ગુરુવારે બપોરે 4થી 6 પટેલવાડી યુનિટ નં. 1 ભાવનગર રોડ, રાજકોટ ખાતે.

 મુંબઇ : મૂળ મોટા બંદરા-કચ્છના નવીનભાઇ સીતાપરા (ઉ.વ. 75) તે સ્વ. અમૃતબેન ખીમજી સીતાપરાના પુત્ર, સરલાબેનના પતિ, પ્રજ્ઞેશ-હેમલ તથા મેહુલ-નિરાલીના પિતા, સ્વ. મહેશભાઈ-કલાવંતીબેન તથા ઉમેશભાઈ-તરુણાબેનના ભાઈ, સ્વ. મુક્તાબેન જેરામભાઈ દહીંસરિયાના જમાઈ, સ્વ. કનકરાયભાઈ, મનોજભાઈ, કલાવંતીબેન, સ્વ. દિનાબેન તથા ગીતાબેનના બનેવી, હીર અને સ્મિતના દાદા, જિજ્ઞેશ અને નીલેશના મોટા કાકા તા. 14-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-6-2026ના ગુરુવારે સાંજે 4થી 5.30 શાશ્વત ક્લબ હાઉસ, ફર્સ્ટ ફ્લોર, શાશ્વત કોમ્પ્લેક્સ, પ્લેઝન્ટ પાર્ક નજીક, મીરા ભાયંદર રોડ, મીરા રોડ (પૂર્વ), થાણે-401107 ખાતે. 

મુંબઇ : મૂળ વવાણિયાના નીતાબેન (ઉ.વ. 76) તે સ્વ. જયંતીભાઇના પત્ની, સ્વ. શાંતિલાલ દલીચંદ મહેતાના પુત્રવધૂ, ભરતભાઇ, કલ્પેશભાઇ તથા આરતીબેનના માતા, રાહુલભાઇ મહેતા, સેજલબેન, કશિશબેનના સાસુ, મુકતાબેન, સ્વ. શારદાબેન, સ્વ. જસવંતીબેન, ભાનુબેન, જ્યોત્સનાબેન, કુમુદબેન, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. જગદીશભાઇ તથા મુકેશભાઇના ભાભી, કૃપેન, ધ્રુવીન તથા એમ્મીના દાદી, બરાર નિવાસી સ્વ. મનસુખભાઇ કોઠારીના પુત્રી, સ્વ. પ્રભુલાલભાઇ કોઠારી, નૌત્તમભાઇ કોઠારી, જયાબેન, મયાબેન તથા રંજનબેનના બહેન તા. 15-6-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)  

Panchang

dd