• રવિવાર, 14 જૂન, 2026

અવસાન નોંધ

ભુજ : દેવીલાબેન સોલંકી (ઉ.વ. 66) (નિવૃત્ત-પીએસઆઇ) તે સ્વ. દિનેશભાઇ લાલજીભાઇ પરમારના પત્ની, સ્વ. સવિતાબેન નાનજીભાઇના પુત્રી, મિત્સુ (મેન્ટલ હોસ્પિટલ સ્ટાફ નર્સ-ભુજ), ચૈતાલી (એએનએમ-સુખપર), ગીત (સીએચઓ-ઢોરી)ના માતા, હિતેશભાઇ દરાડ (એસ.ઇ.-નવનીત એજ્યુકેશન લિમિટેડ), ઇશ્વરભાઇ ગાયકવાડ, કિંજલબેન (સીએચઓ-સુખપર)ના સાસુ, યેશા, વિદિશા, જિયા, તીર્થના નાની, સ્વ. પ્રભાબેન શાંતિભાઇ, સ્વ. અનસુયાબેન પ્રેમજીભાઇ, શારદાબેન મનસુખભાઇના દેરાણી, લતાબેન, હર્ષાબેન, વૈશાલીબેન, સ્વ. પ્રીતિબેન, ભાવિકાબેન, ભરતભાઇ, તૃપ્તિબેન, સ્વ. મૌલિક, રત્નેશ, પુષ્કર, કાશ્મીરાબેનના કાકી, મીનાબેન મનુભાઇ દરાડ, સ્વ. જ્યોત્સનાબેન ઉમેદભાઇ રાઠોડના ભાભી, ભરતભાઇ નાનજી સોલંકી, સ્વ. પ્રવીણાબેન તુલસીદાસ પરમાર, સ્વ. હંસાબેન જેઠાલાલ સોલંકી, મહેન્દ્રભાઇ, જયંતીલાલ, કમલભાઇ, જ્યોતિબેન કિશોરભાઇ ચાવડા, ઇલાબેન ધર્મેન્દ્રભાઇ મકવાણાના બહેન, વિમળાબેન ભરતભાઇ સોલંકીના નણંદ, આર્જવ, આસ્થા, ઉત્સવ, દિત્યાના દાદી, મિત પરમાર, ભાવિની ગોહિલ, પાર્થ સોલંકી, મિહિર સોલંકીના માસી, સ્વ. પૂનમબેન, કવિતાબેન, મનીષાબેન, લીનાબેન, હિમાંશુ, ડો. હાર્દિક, જય, રોનક, કૃપાલીના મામી તા. 12-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-6-2026ના સાંજે 5.30થી 6.30 હાટકેશ કોમ્પ્લેક્સ છઠ્ઠીબારી, ભુજ ખાતે.

ભુજ : ભરતભાઇ જેઠમલભાઇ ઠક્કર (ઉ.વ. 63) તે સ્વ. શારદાબેન જેઠમલભાઇના પુત્ર, સ્વ. હર્ષિદાબેનના પતિ, સ્વ. દમયંતીબેન શંભુલાલ શામજી આથા (નખત્રાણા)ના જમાઇ, વિનોદભાઇ (લહેરીભાઇ) ઠક્કર (અશ્વિન ટી ટ્રેડર્સ), હંસાબેન કિશોરભાઇ સચદે (સુરત)ના ભાઇ, અશ્વિન, કેતનના પિતા, લક્ષ્મીબેનના જેઠ, ચાંદની (ડોલી)ના સસરા, દર્શન, કિશનના કાકા, ફોરમના કાકાસસરા, રમેશભાઇ આથા (નખત્રાણા), દિલીણભાઈ આથા (નખત્રાણા), મહેન્દ્રભાઈ આથા (નખત્રાણા), પ્રદીપભાઇ આથા (માધાપર), ઘનશ્યામભાઇ આથા, ગીતાબેન જગદીશભાઇ કારિયા, ગં.સ્વ. અનુબેન ભગવાનદાસ સેજપાલના બનેવી, દીપકભાઇ ભગવાનદાસ પોપટના વેવાઇ, ચિંતન, ડો. દર્શન (સુરત)ના મામા, મીવાન, હીવાના દાદા, સ્વ. ઉમરશી ગોવિંદજી રાજદેના દોહિત્ર તા. 12-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-6-2026 રવિવારે સાંજે 5.30થી 6.30 શેઠ નાનજી સુંદરજી સેજપાલ (ભીવંડીવાલા) રૂખાણા હોલ, પહેલા માળે, નવી મહાજનવાડી, ભુજ ખાતે.

ભુજ : કચ્છી ગુર્જર જૈન નીપા હર્ષદ ઝવેરી (ઉ.વ. 50) તે હર્ષદ રવિલાલ (તેજલ ગાર્મેન્ટ)ના પત્ની, રવિલાલ નથુભાઇના પુત્રવધૂ, દિલીપભાઇ, સ્વ. જગદીશભાઇ, ભરતભાઇ, બંકિમભાઇ, નીલેશભાઇ, વિલાસભાઇ, સ્વ. કમલેશભાઇ, સંજુભાઇ, સ્વ. જશવંતીબેન (મુંબઇ), બિંદુબેન (માંડવી), છાયાબેન, હીનાબેન (મુંબઇ)ના ભાભી, શાંતાબેન નાનાલાલ શાહ (મૂળ મુંદરા હાલે સુરત-મુંબઇ)ના પુત્રી, પરેશભાઇ, નીલેશભાઇ, વિપુલભાઇ, પંકજભાઇ, પ્રીતિબેન કીર્તિભાઇ વોરા (મુંબઇ)ના બહેન તા. 12-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-6-2026 રવિવારે સાંજે 5થી 6 ડોસાભાઇ લાલચંદ ધર્મશાળા, ભુજ ખાતે.

ભુજ : જયાબેન ખીમજી માલમ (ખારવા) (ઉ.વ. 71) (પિગ્મી એજન્ટ-કેનરા બેંક, ભુજ) તે હીરાબેન ખીમજીના પુત્રી, મોહનલાલ (માંડવી), અશ્વિન, હરિશ (માધાપર), સ્વ. બિપિન (માંડવી), ઇલાબેન, લક્ષ્મીબેન (લંડન)ના બહેન, સ્વ. વિજ્યાબેન, સ્વ. રંજનબેન, નીતાબેન (માધાપર), કલ્પનાબેન (માંડવી)ના નણંદ, મનીષ, મીના, શીલા, ઊર્વશી, અમૃતા, મીતા, વેણુ, મૈત્રી, મહર્ષિ, વિધિ, ધ્રુવી, નિકુંજના ફઇ, ચાંદની, મીરજના માસી, અવનિતા, લતા, ભાવિકા, ચંદ્રકાંત, યોગેશ, રામ, બાદલ, લવ, કુલદીપના ફઇસાસુ, શંકરલાલ, હરિશ (લંડન)ના સાળી  તા. 12-6-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 15-6-2026 સોમવારે સવારે 9.30 વાગ્યે નિવાસસ્થાન 10, તીર્થભૂમિ એપાર્ટમેન્ટ, શિવ મંદિર પાસે, ભાનુશાલીનગરથી નીકળશે.

ભુજ : મૂળ પુનડીના ગં.સ્વ. સાકરબેન ઠાકરશી શાહ (ઉ.વ. 91) (નિવૃત્ત પી.આઇ.) તે સ્વ. ઠાકરશીના પત્ની, જિતેન્દ્ર સંઘવી (નિવૃત્ત-બીએસએનએલ), નીમુબા નવુભા જાડેજા (મંજલ)ના માતા, લક્ષાના સાસુ, બોસ્કી, અંકિતના દાદી, દર્શન, ભવ્યાના દાદીસાસુ, ધિમહીના મોટાદાદી, સ્વ. કુંવરબાઇ રણશીના પુત્રવધૂ, સ્વ. ભાણબાઇ જેઠા હંસરાજ (પુનડી)ના પુત્રી, રતનબેન પ્રેમજી મેઘજી (કપાયા)ના વેવાણ, ઉષાબેન રમેશ વિસરિયા (કોડાય), વીણાબેન યોગેશ શાહ (ભુજ)ના મોટા વેવાણ, રાજદીપસિંહના નાની તા. 12-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-6-2026 સોમવારે સાંજે 5થી 6 ડોસાભાઇ લાલચંદ જૈન ધર્મશાળા, હેડ પોસ્ટઓફિસ સામે, ભુજ ખાતે.

ભુજ : ગં.સ્વ. લક્ષ્મીબેન કરશનભાઇ રાઠોડ (ઉ.વ.88)  તે સ્વ. કરશનભાઇ શિવજીભાઈ રાઠોડના પત્ની તથા સ્વ. કિશોરભાઈ રાઠોડ (પાણી પુરવઠા), મહેન્દ્ર રાઠોડ (નિવૃત્ત એમ.ઇ.એસ.), કોકિલાબેન પ્રભુદાસ ચૌહાણ, રસીલાબેન મહેશભાઈ પરમાર, શોભનાબેન વિજયભાઈ પરમારના માતા,ગં.સ્વ.જયશ્રીબેન કિશોરભાઈ રાઠોડ, હીનાબેન મહેન્દ્રભાઈ રાઠોડના સાસુ, વિશ્વમ, ઝંખના દીપક સોલંકી, રવીના, પૂજા નીલેશ સોલંકી, વિધિ વિશાલ ચૌહાણના દાદી, યશ્વીના દાદી સાસુ, શિવમ, અપેક્ષા જતિન જોશી, ધવલ, પંક્તિ અંકિત ઓસવાલ, વત્સલના નાની, ભૂમિકા, જાનવીના નાનીજી સાસુ તા. 12-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-6-2026ના સોમવારે સાંજે  5.30થી 6.30 રાજપૂત સમાજવાડી રઘુવંશી ચોકડી, નવી રાવલવાડી રિલોકેશન સાઈટ ભુજ ખાતે.

આદિપુર : સંજુ હેમનાની (ઉ.વ. 40) તે કનૈયાલાલ (આર. ઘનશ્યામદાસ)ના પુત્ર, ભરત, ધીરજના ભાઇ તા. 11-6-2026ના અવસાન પામ્યા છે. પઘડી (ભાઇઓ તથા બહેનો માટે) / પ્રાર્થનાસભા તા. 14-6-2026 રવિવારે સાંજે 6થી 6.30 ઝૂલેલાલ મંદિર, સીસીએક્સ નવવાળી, આદિપુર ખાતે.

આદિપુર : મૂળ નિરોણાના કચ્છી સારસ્વત બ્રાહ્મણ જટાશંકર ચાંપશી સોનપાર (ઉ.વ. 82) તે સ્વ. મોંઘીબેન ચાંપશી પીતાંબર જોશી (સોનપાર)ના પુત્ર, ગૌરીબેનના પતિ, નીતા યોગેશ પંડયા, કમલેશ જોશી (હેલ્થકેર માર્કેટિંગ)ના પિતા, દીપિકા (દીપા)ના સસરા, નિધિ, દિયાના દાદા, સ્વ. શંભુલાલ, સ્વ. રવિશંકર, સ્વ. રતનબેન, સ્વ. લીલાબેન, સ્વ. બચુબેન, સ્વ. મણિબેન, સ્વ. કાન્તાબેન (ટોડિયા), સ્વ. શાંતાબેન (માંડવી)ના ભાઈ, જયા, મહેશ, અરુણા, રાજેશ, પ્રેમીલાના કાકા, પ્રજ્ઞા, કલ્પેશ (કે.ડી. મોટર્સ), સ્વ. સંધ્યાના મોટા બાપા, વેદા, શ્રેયસના નાના, હંસા, માલતી, પંકજ, સુરેન્દ્ર, સ્વ. નીતિન, સ્વ. રાજેશ (ભીખુ), પ્રફુલ્લના મામા, સ્વ. અનસુયાબેનના દિયર, સ્વ. તારાબેનના જેઠ, સ્વ. વિશનજી બલભદ્ર, સ્વ. બચુબેન વિશનજી બલભદ્રના જમાઈ, સ્વ. વાલજી, સ્વ. તુલસીદાસ, સ્વ. રમેશ, શાંતિલાલ (કોર્ટ)ના બનેવી, સ્વ. યોગેશ ભગવાનદાસ પંડયાના સસરા તા. 13-6-2026ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-6-2026ના સાંજે 5થી 6 ઝૂલેલાલ મંદિર નવવાળી, આદિપુર ખાતે.

ગાંધીધામ : મૂળ પત્રી મુંદરાના મણિબેન રતિલાલ કેશવાણી (ગોર) (ઉ.વ.89) તે સ્વ.રતિલાલ વિશનજી કેશવાણીના પત્ની, સ્વ. હરિશ ગોર, લાભશંકર ગોર (મુંદરા)ગં. સ્વ.મીનાબેન કાંતિલાલ બોડા, નીતાબેન અજિત મહેતા (મુંબઇ)ના માતા, ગં.સ્વ. કલ્પના, જયશ્રી, સ્વ. કાંતિલાલ શામજી બોડા, અજિત રવિશંકર મોતાના સાસુ, કૈલેશ, જય, પૂનમ દેવશી પંડયા, નેહા અભિષેક ઠાકર, ધારા શક્તિ ગુપ્તાના દાદી, સ્વ.મેઘજી કાનજી જેસેરેગોર (પત્રી)ના પુત્રી, સ્વ. દયારામ, શાંતિલાલ, ચંપકલાલ, મૂળશંકર, ઉમાકાંત, રૂક્ષમણીબેન રામજી મોતા, મંજુલાબેનના બેન, સ્વ. પ્રભાશંકર, રમેશ લાલજી આશારિયા, સ્વ. કરશનદાસ તુલસીદાસ, જયંતીલાલ મીઠુભાઈના ભાભી, વૈભવી, એકતાના દાદી સાસુ, વિનોદ, મનીષા, દર્શના, જયશ્રી, તન્વી, ચેતાલીના નાની, પ્રીતિના નાની સાસુ, તિથિ, હર્ષિવ, ખનક, મહાર્થના મોટા દાદી, ક્રિશિવ, પ્રણય, હિવાના મોટા નાની  તા.12-6-2026ના  અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-6-2026ના  રવિવારે સાંજે 5થી 6 લાયન્સ ક્લબ, ઓસ્લો,ગાંધીધામ ખાતે. 

માધાપર (તા. ભુજ) : મ.કા.ચા.મો. બ્રાહ્મણ ગં.સ્વ. શાંતાબેન લક્ષ્મીકાંત ભટ્ટ તે સ્વ. લક્ષ્મીકાંત મોહનલાલના પત્ની, ત્રંબકલાલ મૂળશંકર પંડયા (મોરબી)ના પુત્રી, શરદભાઇ (નિવૃત્ત-પીજીવીસીએલ), યોગેશભાઇ (નિવૃત્ત-કેન્દ્રીય વિદ્યાલય એરફોર્સ), મીનાબેન, ક્રિષ્નાબેન, પૂનમબેનના માતા, શિલ્પાબેન, દીપ્તિભાઇ, રાજેશભાઇ, જીતેશભાઇ, ધવલભાઇના સાસુ, સ્વ. જયાબેન દિનકરરાય, સ્વ. દિવ્યપ્રભાબેન મુકુંદભાઇના દેરાણી, સ્વ. હંસાબેન મહેન્દ્રભાઇ, સ્વ. મંગળાબેન યશેષભાઇ, સંધ્યાબેન અરવિંદભાઇ, સ્વ. માલતીબેન નરેન્દ્રભાઇના ભાભી, નીલ, નૂપુર, ઇશિતા, ઋષિના દાદી, ઊર્વિ, કુંજલ, શિવમ, વિજિતા, હેત્વી, કિશનના નાની, પાહી, હરિ, પરમના પરનાની તા. 12-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-6-2026ના સાંજે 5થી 6 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, માતૃછાયા સ્કૂલ સામે, ભુજ ખાતે.

કોટડા (ચકાર) (તા. ભુજ) : નારણ વેલા બડિયા (ઉ.વ. 68) તે સ્વ. વેલા રત્નાના પુત્ર, સ્વ. હમીરભાઇ, સ્વ. ભાણજીભાઇ, મેગભાઇના ભાઇ, સ્વ. ગાભાભાઇ દેવજીભાઇ માતંગ (માનકૂવા)ના જમાઇ, સ્વ. કેસરબેનના પતિ, મનજીભાઇ, જશોદાબેન (ગાંધીધામ)ના પિતા, ઉમેશના દાદા, મેઘજીભાઇ, લાલજીભાઇ (માનકૂવા)ના બનેવી તા. 13-6-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા (આગરી) તા. 14-6-2026 રવિવારે અને પાણી તા. 15-6-2026 સોમવારે નિવાસસ્થાન મહેશ્વરીવાસ, કોટડા (આ.) ખાતે.

ભોજાય (તા. માંડવી) : સંગાર પરબતભાઇ બબાભાઇ (ઉ.વ. 63) તે સ્વ. જુમાબાઇ બબાભાઇના પુત્ર, સોનબાઇના પતિ, સ્વ. બાવાળા ગલુભાઇ (બિદડા)ના જમાઇ, હરેશ, વનીતાના પિતા તા. 13-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 15-6-2026 સુધી નિવાસસ્થાન ખાતે.

ભદ્રેશ્વર (તા. મુંદરા) : રેખાબેન ભરતભાઇ મોખા (ઉ.વ.45) તે સ્વ. હાંસબાઇ રામજીભાઇ મોખાના પુત્રવધૂ, ભરતભાઇ રામજીના પત્ની, કિંજલ, મનાલી, શૈલેષના માતામનુભાઇ, પપ્પુભાઇ, સ્વ. હેમલતાબેન કલ્યાણજી ભાટીના ભાઇના પત્ની, મંજુલાબેન, રસીલાબેનના દેરાણી, ભાવેશ, અશ્વિન, કેવલ, મીત, હેતલબેન હિતેશભાઇ સોલંકી (નલિયા), હિનાબેન આનંદભાઇ કરમટા (ભદ્રેશ્વર), પ્રીતિબેન મીતભાઇ લકુમ (મુંદરા)ના કાકી, હિનાબેન, ચાંદનીબેનના કાકીજી સાસુ, અર્જુન, કૃપાલી, અનન્યાના દાદી, ગં.સ્વ. ચંપાબેન લક્ષ્મણભાઇ ભાટી (ભદ્રેશ્વર)ના પુત્રી, મહેન્દ્રભાઇ, ભારતીબેન પ્રવીણભાઇ ગોહિલ (બિદડા), શીલાબેન રાજેશભાઇ ચૌહાણ (આદિપુર)ના બહેન, આશાબેન જિતેન્દ્રભાઇ ભાટી, કલ્પનાબેન, રેખાબેનના મામી તા. 13-06-26ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી નિવાસસ્થાને. 

વાંકી (તા. મુંદરા) : કુંભાર ઇશાક આદમ (ઉ.વ. 70) તે મ. આદમ મામદના પુત્ર, જુણસ, મામદ, અલીમામદના ભાઇ, હાસમ, કુલસુમ (જાંબુડી), હનીફા (મુંદરા)ના પિતા, આર્યન, આશિયાના, અનીષાના દાદા, સુમાર હસન કુંભાર (જાંબુડી)ના જમાઇ તા. 13-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-6-2026 સોમવારે સવારે 10થી 11 મુસ્લિમ સમાજવાડી, વાંકી ખાતે.

મોથાળા (તા. અબડાસા) : હાલે ભુજ સમેજા અલ્તાફ (ઉ.વ. 34) તે અભુભખર સિદિક સમેજાના પુત્ર, ઇબ્રાહીમ (મુંબઇ), મ. હસણ (બાપલા), અબ્ધ્રેમાન, આમદના ભત્રીજા, સુલેમાન જાગોરા (રસલિયા)ના જમાઇ, આમદ સમાના સાળાના પુત્ર, મહોમદ, અહેમદના પિતા, સુલતાનભાઇ, મહેબૂબ વર્યાના સાળા તા. 12-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-6-2026 સોમવારે સવારે 10થી 11 મુસ્તફા જમાતખાના, સંજોગનગર, ભુજ ખાતે.

માતાનામઢ (તા. લખપત) : નોતિયાર જેનાબાઇ અલીમામદ (ઉ.વ. 85) તે હુસેન, અબ્દુલ, ઇસ્માઇલના માતા તા. 13-6-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 15-6-2026 સોમવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાને. 

Panchang

dd